નાપાક એજન્સીની વધુ એક હરકતઃ પાંચ ભારતીય બોટનું થયું અપહરણ

જખૌ પાસે આવેલી આઈએમબીએલ પાસેથી પાકિસ્તાનની મરીન એજન્સીએ પાંચ ભારતીય માછીમાર બોટનું અપહરણ કર્યાના અહેવાલ વહેતા થયા છે. પોરબંદર તથા વેરાવળથી માચ્છીમારી માટે દરીયામાં ગયેલી કેટલીક બોટ પૈકીની વેરાવળની એક પોરબંદરની ચાર બોટ ગઈકાલે આઈએમબીએલ સુધી પહોંચી જતાં ત્યાં અગાઉથી હાજર પાકિસ્તાનની મરીન એજન્સીના સ્ટાફે તમામ પાંચ બોટનું અપહરણ કરી લીધું છે.

અંદાજે ઉપરોકત બોટોમાં ૪૯ જેટલા માછીમારો હતાં તે તમામને બંદી બનાવી અપહરણ કરી લેવામાં આવ્યું છે. ઉપરોકત બાબતની ભારતની સુરક્ષા એજન્સીઓને જાણ થતાં આંતરરાષ્ટ્રીય જળસીમા સુધી તપાસ કરવામાં આવી રહી છે.