રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવેથી કોરોના ટેસ્ટ આટલા રૂપિયામાં થશે

ખાનગી લેબોરેટરીમા RTPCR ટેસ્ટ જે રૂપિયા 2500 મા થતો હતો તે હવે રૂપિયા 1500 મા કરાશે. ખાનગી લેબોરેટરી વાળા ઘરે જઈને સેમ્પલ લઈને  ટેસ્ટ માટે જે  3000 રૂપિયા વસુલતા હતા તે હવે રૂ 2000  જ વસુલી શકશે

રાજ્ય સરકારે ગૌશાળા અને પાંજરાપોળોમાં રખાતા પ્રત્યેક ઢોરને પ્રતિ દિન  રૂપિયા 25ની  સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ સહાય આગામી ત્રણ માસ એટલે કે ઓક્ટોબર,નવેમ્બર અને ડિસેમ્બર સુધી ચૂકવાશે .

ખાનગી લેબોરેટરીમાં થતા ટેસ્ટની કિંમતમાં પણ ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. કોરોનાના દર્દીઓને ખાનગી લેબોરેટરીમાં થતાં ટેસ્ટ માટે જેતે સમયે જે દર નક્કી કરાયા હતા તેમાં પણ નોંધપાત્ર ઘટાડો કર્યો છે.રાજ્યમાં જે તે સમયે ટેસ્ટ માટેની કિટ પણ મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ થતી હતી આજે હવે કીટની સંખ્યામાં અને  કિટના ઉત્પાદનમાં પણ વધારો થતાં આ નિર્ણય કરાયો છે .