ટાપુ પર યોજાતી હતી સુશાંતની ‘ડ્રગ પાર્ટી’, સારા – રકૂલ બાદ સામે આવ્યું વધુ એક એક્ટ્રેસનું નામ

મુંબઈ : અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એંગલની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દાવો કરે છે કે તપાસ દરમિયાન સારા અલી ખાન, સિમોન અને રકુલના નામ સામે આવ્યા છે. એનસીબીની નજર સુશાંતના ફાર્મ હાઉસ અને પવના ડેમ પર બાંધવામાં આવેલા ટાપુ ‘આપતી ગવંડે’ પર યોજાયેલી પાર્ટી પર છે. સુશાંત અહીં સમય અને મિત્રો સાથે પાર્ટી કરતો.

એનસીબીએ ટાપુની મુલાકાત લીધી હતી અને તપાસ કરી હતી. તેમજ એક વ્યક્તિનું નિવેદન પણ નોંધ્યું છે. એનસીબીનું કહેવું છે કે નિવેદન મુજબ રિયા ચક્રવર્તીએ સુશાંત સાથે ઘણી વખત આ ટાપુની મુલાકાત લીધી છે. સારા અલી ખાન 4-5 વખત સુશાંત સાથે આવી હતી. જોકે, આ સમગ્ર બાબતો વચ્ચે નવી માહિતી સામે આવી છે. અગાઉ રિયાએ ડ્રગ્સની આપ લે માટે સારા અને રકૂલ પ્રીતના નામનો ઉલ્લેખ કર્યો હતો. હવે આ કેસમાં વધુ એક એક્ટ્રેસનું નામ સામે આવી રહ્યું છે. આ ટાપુ પર સુશાંતની સાથે શ્રદ્ધા કપૂર આવતી હોવાનું સામે આવ્યું છે.

આ સિવાય સુપેશ સિંહ રાજપૂત સાથે દિપેશ સાવંત, સેમ્યુઅલ મીરાંડા, શોવિક, ઝૈદ પણ ઘણી વખત ‘આપતી ગવંડે’ ટાપુ પર દેખાયા છે. આ ટાપુ પર ભારે નશીલી પાર્ટી થતી હતી. જોરદાર દારૂ પીવાતો હતો. ગાંજો અને ડ્રગ્સનો ઉપયોગ થતો હતો. એનસીબીના જણાવ્યા મુજબ રિયાએ પોતાના નિવેદનમાં સારા અલી ખાન, સિમોન ખંબાટા, રકુલનું નામ પણ લીધું છે, જેના આધારે તપાસ ચાલી રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, સુશાંત સિંહ રાજપૂતના ફાર્મ હાઉસ અને ટાપુ પર યોજાયેલી પાર્ટીમાં જોડાયેલા લોકો પર પણ એનસીબીની નજર છે. જોકે, હજી સુધી આ ફિલ્મ હસ્તીઓને સમન્સ મોકલવામાં આવ્યા નથી, પરંતુ આગામી દિવસોમાં સમન્સ મોકલી શકાય છે.