રેલ્વે મંત્રાલયનો મોટો નિર્ણય, 21 સપ્ટેમ્બરથી 20 જોડી ક્લોન ટ્રેનો દોડાવશે

નવી દિલ્હી: 21 સપ્ટેમ્બરથી રેલ્વે 20 જોડી ક્લોન ટ્રેન ચલાવશે. આ ટ્રેનો શ્રમિક સ્પેશિયલ અને સ્પેશિયલ ટ્રેન સિવાય દોડશે. રેલ્વે મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે 20 જોડી ક્લોન ટ્રેન ચોક્કસ રૂટો ઉપર દોડાવવામાં આવશે, જે શ્રમિક સ્પેશિયલ અને સ્પેશિયલ ટ્રેન સિવાય હશે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં રેલ્વે દ્વારા જુદા જુદા રૂટ પર 80 જોડી ટ્રેનોનું સંચાલન શરૂ કરાયું છે. તેમનું બુકિંગ 10 સપ્ટેમ્બરથી શરૂ થયું છે અને 12 સપ્ટેમ્બરથી ટ્રેનોનું સંચાલન શરૂ થયું છે. નોંધપાત્ર વાત એ છે કે 25 માર્ચે લોકડાઉન થયા બાદ દેશમાં રેલ સેવા સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ હતી. જો કે, દેશમાં અનલોકિંગ પ્રક્રિયા ચાલી રહી હોવાથી, રેલવેએ અત્યાર સુધી વિવિધ તબક્કે 200 થી વધુ જોડીની ટ્રેનોનું સંચાલન શરૂ કર્યું છે.