કંગનાએ જયા બચ્ચનને પણ છોડ્યા નહીં, કહી દીધી એવી વાત કે તમે હબક ખાઈ જશો

સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને કહ્યું છે કે ડ્રગ્સ દ્વારા બોલિવૂડને બદનામ કરવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે. રાજ્યસભામાં જયા બચ્ચનના નિવેદન પર કંગના રણૌતે પ્રતિક્રિયા આપી છે. કંગનાએ જયા બચ્ચનને સીધો સવાલ કર્યો છે કે જો અભિષેક પણ ફંદામાં ઝૂલતો હોત તો પણ તમે આવું જ કહેશો? હકીકતમાં જયા બચ્ચને રાજ્યસભામાં કહ્યું હતું કે, બોલિવૂડને બદનામ કરવા માટે ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, જે લોકો ફક્ત ફિલ્મ ઉદ્યોગ દ્વારા નામ કમાતા હતા, તેને ગટર કહી રહ્યા છે.

જયા બચ્ચનના નિવેદન પર કંગના રણૌતે ટ્વિટ કર્યું હતું કે, “જયા જી, તમે ત્યારે  પણ આવું જ બોલ્યા હોત કે જ્યારે મારી જગ્યાએ તમારી દિકરી શ્વેતાને ટીનએજમાં માર મારવામાં આવ્યો હોત. ડ્રગ્સ આપવામાં આવ્યા હોત અને શોષણ કરવામાં આવ્યું હોત. શું તમે ત્યારે પણ આવું જ બોલ્યા હોત ક જ્યારે અભિષેક સતત બૂલીગં અને શોષણની વાત કરતે અને એક દિવસ ફાંસી પર લટકતા જોવા મળ્યા હોત. થોડી સહાનૂભૂતિ અમારી તરફ પણ દર્શાવો.

રાજ્યસભાના સાંસદ જયા બચ્ચને કહ્યું, ‘જેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી નામ કમાવ્યું છે તે તેને ગટર કહે છે. હું આ સાથે બિલકુલ સહમત નથી. હું સરકારને અપીલ કરું છું કે આવા લોકોને આવી ભાષાનો ઉપયોગ ન કરવા કહેવું. ‘ તેણે એકવાર આવા લોકોને કહ્યું કે ‘તમે જે થાળીમાં ખાય છો તેમાં કાણાં કરે છે.’ રાજ્યસભામાં જયા બચ્ચને કહ્યું કે મનોરંજન ઉદ્યોગ દરરોજ પાંચ લાખ લોકોને રોજગારી આપે છે. એવા સમયે કે જ્યારે અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે, લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે અમને સોશિયલ મીડિયા પર નિશાન બનાવવામાં આવી રહ્યા છે.