કોરોનાને પરાજિત કરીને સ્વસ્થ થવામાં ભારત નંબર વન

વિશ્વમાં કોરોનાને મહાત આપીને સાજા એટલે કે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં ભારત પ્રથમ ક્રમે આવી ગયું છે અને બ્રાઝીલ પાછળ રહી ગયું છે. ભારતમાં ૩૭.૮૦ લાખ દર્દીઓ કોરોનાને મહાત આપીને તદ્ન સ્વસ્થ થઈ ગયા છે.

]કેન્દ્રિય આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ભારતનો રિકવરી રેટ ૭૮ ટકા પર પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં ૬૯.૭૯ ટકા રિકવરી રેટ છે, જે સૌથી ઓછો છે, જ્યારે યુ.પી.માં ૭ર.૭૪ ટકા, આંધ્રપ્રદેશમાં ૮ર.૩૬ ટકા, તામિલનાડુમાં ૮૮.૯૮ ટકા અને કર્ણાટકમાં ૭૬.૮ર ટકા રિકવરી રેટ છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીના દાવા મુજબ લોકડાઉનના કારણે ૧૪ થી ર૯ લાખ કોરોનાના કેસ થતાં અટક્યા છે અને ૩૭ થી ૭૮ હજાર લોકોના જીવ બચાવાયા છે.