ઐતિહાસિક કરવટ બદલતું ખાડી દેશોનું રાજકારણ: એક જ છત તળે આવી રહ્યા છે અરબ દેશો, હવે બેહરીન અપનાવશે ઈઝરાયલને

યુ.એસ.ની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે સંકળાયેલી ચૂંટણીઓ જીતવા માટે મહોરા પાથરી રહ્યા છે, જેમાં બેહરીન અને ઇઝરાયલ વચ્ચેના કરાર પણ જોવા મળી રહ્યા છે.

કરાર થયા બાદ, બેહરીન 1948માં સ્થાપના પછીથી ઇઝરાયલને માન્યતા આપતા મધ્ય પૂર્વનો ચોથો આરબ દેશ બન્યો. ઓગસ્ટમાં યુએઈની ઘોષણા પૂર્વે, ઇઝરાયલના અખાતમાં અરબ દેશો સાથે કોઈ રાજદ્વારી સંબંધો નહોતા. ઈઝરાયલ અને યુએઈ વચ્ચે ગત મહિને પહેલી સત્તાવાર ફ્લાઇટ થઈ હતી, જેને સંબંધને સામાન્ય બનાવવા માટેના એક મોટા પગલા તરીકે જોવામાં આવ્યું હતું.

હકીકતમાં, ઘણા દાયકાઓથી, મોટા ભાગના આરબ દેશોએ પેલેસ્ટિનિયન વિવાદના સમાધાન પછી જ ઈઝરાયલ સાથે સંબંધો સ્થાપિત કરશે એમ કહીને ઇઝરાયલનો બહિષ્કાર કર્યો છે, પરંતુ ગયા મહિને યુએઈ એટલે કે યુનાઈટેડ અરબ અમીરાતે પણ ઈઝરાયલ સાથેના તેના સંબંધોને સામાન્ય બનાવવા માટે સંમત થયો હતો. એવી અટકળો ચાલી રહી હતી કે બેહરીન પણ આવું જ કરી શકે. શુક્રવારે બંને દેશો વચ્ચે સમજૂતી થઈ હતી.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે, ઈઝરાયલ સાથે શાંતિનો કરાર કરનાર બહેરીન 30 દિવસની અંદર બીજો દેશ બન્યો છે. તેમણે યુએસ, બહેરીન અને ઈઝરાયલના સંયુક્ત નિવેદનની નકલ પણ તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. એવું લખ્યું છે કે મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપિત કરવાની આ ઐતિહાસિક સફળતા છે. ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે તેઓ ઉત્સાહિત છે કે શુક્રવારે બીજા અરબ દેશ સાથે શાંતિનો કરાર થયો.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેના જમાઈ જેરેંડ કુઝનર માટે આ રાજદ્વારી સિદ્વી છે, જેંણે બહેરાન અને યુએઈ સાથેના કરારમાં મદદ કરી હતી. ટ્રમ્પ આ ચૂંટણીના પ્રચારમાં આ આંતરરાષ્ટ્રીય કરારોની ઉપલબ્ધિઓનો ઉપયોગ કરશે. તેઓ મધ્ય પૂર્વની શાંતિ અને સમૃદ્ધિ માટેના નેતા તરીકે પોતાને રજૂ કરશે, કારણ કે વધુ અરબ અને મુસ્લિમ દેશો ઈઝરાયલ સાથેના સંબંધોને સામાન્ય બનાવવા માટે આગળ આવી શકે છે.