જયા બચ્ચનનાં નિવેદનને લઈ રવિ કિશને આપ્યું આવું રિએક્શન, જાણો શું કહ્યું ભાજપના સાંસદે

બોલિવૂડમાં ફેલાયેલા ડ્રગ્સના જાળમાં મંગળવારે રાજ્યસભામાં સપાના સાંસદ જયા બચ્ચનનાં નિવેદનનો ભાજપના સાંસદ રવિ કિશને પ્રતિક્રિયા આપી છે. રવિ કિશને કહ્યું કે મારા દેશના યુવાનોને ખોખલા નહીં થવા દઉં, ભલે મારો જીવ ચાલ્યો જાય.

રવિ કિશને કહ્યું કે જયા બચ્ચન પાસેથી આની અપેક્ષા નહોતી. હું સેન્ટ્રલ હોલમાં તેમના પગને સ્પર્શ કરું છું. અમને લાગ્યું કે તેઓ ટેકો આપશે. એક યોજના હેઠળ વિશ્વના સૌથી મોટા ફિલ્મ ઉદ્યોગને તોડી પાડવામાં આવી રહ્યો છે. જયા બચ્ચને ક્યારેય મારું નિવેદન સાંભળ્યું નથી. આપણે આ ઉદ્યોગને બચાવવો પડશે.

તેમણે વધુમાં કહ્યું કે અમે આ અવાજ ઉઠાવી રહ્યા છીએ, તેથી હું ઇચ્છું છું કે મારા વરિષ્ઠ લોકો પણ સાથે આવે. ભલે તેમનો પક્ષ ભલે જુદો હોય પરંતુ મારા દેશના યુવાનોને ખોખલા નહી થવા દઈશ, ભલે મારો જીવ ચાલ્યો જાય.

રવિ કિશને કહ્યું કે આ કેટલાંક હજાર કરોડનો બિઝનેસ છે. ગઈકાલે મેં મારો અવાજ ઉઠાવ્યો હતો અને મારા ટેકાને બદલે મને અપમાનિત કરવામાં આવ્યો હતો. હું તે જ છું કે જેણે કહ્યું હતું કે જિંદગી ઝંડા બા, ફીર ભી ઘમંડ બા. તે વખેત મારી પાસે એક પણ ફિલ્મ નહોતી.

તેમણે વધુમાં કહ્યું કે હું સંઘર્ષ કરીને ઉપર આવ્યો છું, થાળીમાં કાણું કર્યું નથી. હું એક સામાન્ય પુરોહિતનો પુત્ર છું અને આજે હું કોઈ ટેકો લીધા વિના આ સ્થળે પહોંચ્યો છું. મેં 650 ફિલ્મો કરી છે. હું યોગીનો હૃદયપૂર્વક આભાર માનું છું, તેમણે સારું કામ કર્યું છે.

જયા બચ્ચને ડ્રગ્સના કેસમાં આવતા નિવેદનોથી બોલિવૂડની બદનામી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સોમવારે લોકસભામાં રવિ કિશનના નિવેદનનો જવાબ આપતા તેમણે કહ્યું કે, ‘લોકો બોલિવૂડને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણા દિવસોથી બોલિવૂડમાં દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો એવા છે કે જે થાળીમાં ખાય છે તેમાં જ કાણા પાડી રહ્યા છે. આ અયોગ્ય વાત છે.