આઈએસઆઈ જાસૂસીકાંડ: ગોધરામાંથી ઈમરાન ગિટેલી નામના એજન્ટની ધરપકડ, ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો

આઈએમઆઈ જાસૂસીકાંડનો રેલો ગુજરાતમાં પહોંચ્યો છે. ગોધરામાં ગિટેલી ઈમરાન નામના એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ સરંક્ષણ મથકોની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હોવાનો પર્દાફાશ થયો છે.

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ સોમવારે પાકિસ્તાન માટે જાસૂસી કરનાર એક આઈએસઆઈના એજન્ટની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ ગિટેલી ઈમરાનના રૃપમાં થઈ છે, જે ગુજરાતનો રહેવાસી છે. ઈમરાન પર પાકિસ્તાનની ખાનગી એજન્સી (આઈએસઆઈ) માટે કામ કરવાનો અને જાસૂસીમાં જોડાયેલો હોવાનો આરોપ લાગ્યો છે. તપાસ એજન્સીએ આ વિશે વિગતવાર માહિતી આપી છે. તેમની ધરપકડ ગોધરામાંથી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ વિશે એનઆઈએ એ જણાવ્યું છે કે, આ કેસમાં એક આંતરરાષ્ટ્રીય જાસૂસીકાંડ સાથે સંબંધિત છે, જેમાં પાકિસ્તાન સ્થિત જાસૂસોએ ભારતમાં એજન્ટોની ભરતી કરી છે. જેમનું કામ ભારતીય નેવી, જહાજો અને સબમરીનની અવરજવર અને અન્ય સરંક્ષણ સ્થાનોના લોકેશન વિશે સંવેદનશીલ અને વર્ગીકૃત જાણકારી ભેગી કરવાનું છે. ત્યારબાદ આ જાણકારીને પાકિસ્તાન મોકલવાની છે. એજન્સીએ જણાવ્યું કે, આ મામલામાં આગળની તપાસ ચાલું છે.