ગુજરાતમાં કોરોનાનાં નવા 1349 કેસ, કુલ કેસ 1,16,345, વધુ 17નાં મોત, કુલ મૃત્યુઆંક 3247

પાછલા ચોવીસ ક્લાકમાં ગુજરાતમાં કોરોનાનાં નવા 1349 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,16,345એ પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં વધુ 17 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3247એ પહોંચ્યો છે. જ્યારે 1444 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને પરાજ્ય આપ્યો છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 82.84 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 78,182 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

ચોવીસ ક્લાક દરમિાન સુરત કોર્પોરેશન 173, અમદાવાદ કોર્પોરેશન 152, સુરત 104, જામનગર કોર્પોરેશન 102, રાજકોટ કોપોરેશન 94, ર્ડોદરા કોર્પોરેશન 89, મહેસાણા 49, રાજકોટ 47, પાટણ 45, વડોદરા 40, અમરેલી 30, પંચમહાલ 29, મોરબી 28, ભાવનગર કોર્પોરેશન 25, ગાંધીનગર 25, બનાસકાંઠા 24, જામનગર 21, અમદાવાદ 20, કચ્છ 19, મહીસાગર 19, ગાંધીનગર કોર્પોરેશન 18, જુનાગઢ 18, સુરેન્દ્રનગર 18, દાહોદ 17, જુનાગઢ કોર્પોરેશન 17, ભરૂચ 16, ગીર સોમનાથ 14, ભાવનગર 13, બોટાદ 12, ખેડા 10, સાબરકાંઠા 10, નર્મદા 9, નવસારી 9, વલસાડ 7, આણંદ 6, પોરબંદર 5, છોટા ઉદેપુર 4, દેવભૂમિ દ્વારકા 4, તાપી 4, ડાંગ 2, અરવલ્લી 1 કેસો મળી કુલ 1349 કેસો મળ્યા છે.

સુરત કોરોના અપડેટ

  • આજના પોઝિટીવ : 255
  • નવા સિટી : 151
  • કુલ સિટી : 18,902
  • નવા ડિસ્ટ્રિક્ટ : 104
  • કુલ ડિસ્ટ્રિક્ટ : 5971
  • કુલ પોઝિટિવ : 24,873
  • આજે મોત : 01
  • કુલ મોત : 875
  • (સિટી : 651 , ડિસ્ટ્રિક્ટ : 224)
  • ડિસ્ચાર્જ સિટી : 166
  • ડિસ્ટ્રિક્ટ : 113
  • કુલ ડિસ્ચાર્જ : 21,532
  • (4790 ડિસ્ટ્રિક્ટ)
  • એક્ટિવ કેસ : 2466

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 4, સુરત 4, જામનગર કોર્પોરેશન 2, ગાંધીનગર 1, જામનગર 1, મહીસાગર 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1, વડોદરા 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 17 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3247એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 96,709 નાગરીકો સાજા થઈ ગયા છે. 3247ના નિધન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 16,389 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 96 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 16,293 સ્ટેબલ છે.