યુનોની કારમાં અધિકારી માણી રહ્યા હતા સેક્સ અને કોઈએ વીડિયો ઉતારી વાયરલ કરી દીધો

યુનાઇટેડ નેશન્સ(યુનો)ના અધિકારીનો મહિલા સાથે કારમાં શારીરિક સંબંધ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઇઝાયરલની રાજધાની તેલ અવીવથી બહાર આવ્યો છે. વીડિયો વાયરલ થયા પછી સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે આ ઘટના ખૂબ જ આઘાતજનક અને ચિંતાજનક છે.

વાયરલ ક્લિપમાં, સ્પષ્ટ છે કે લાલ ડ્રેસ પહેરેલી સ્ત્રી કારની પાછળની સીટ પર એક પુરુષ સાથે બેઠી છે. આ સિવાય કારમાં ડ્રાઇવિંગ સીટ પર એક વ્યક્તિ પણ દેખાય છે. વીડિયો સામે આવ્યા પછી યુએન દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કેસની તપાસ ચાલી રહી છે. તે વીડિયોમાં દેખાતી વ્યક્તિની ઓળખ કરવામાં આવી રહી છે.

પહેલા વીડિયોમાં ડ્રાઈવરનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, કાર ત્યાંથી નીકળી ગઈ. ટ્રાફિક સિગ્નલ પર કાર બંધ થયા પછી, કોઈકે આ વિીડિયો બિલ્ડિંગની ઉપરથી લીધી.

યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન દુજારીકે કહ્યું કે 18 સેકન્ડનો આ વીડિયો વ્યવહારીક રીતે ઘૃણાસ્પદ છે. યુએન જેની વિરુદ્વ ઉભો છે તેના કર્મચારીઓ જ દ્વારા જ આવા મામલા સામે આવી રહ્યા છે તો તે અંગે ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે.

તેમણે કહ્યું, ‘અત્યાર સુધીની માહિતીમાં જાણવા મળ્યું છે કે આ કાર’ યુનાઇટેડ નેશન્સ સુપરવિઝન ઓર્ગેનાઇઝેશન’ની છે. કારમાં સેક્સ બે લોકોની સંમતિથી કરવામાં આવ્યું હતું અથવા તેના માટે પૈસા આપવામાં આવ્યા હતા, તેની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.

દુજારીકે કહ્યું, ‘આ વીડિયો સાથેની ઘટનાના સ્થળની ઓળખ થઈ ગઈ છે. વીડિયોમાં જોવા મળેલા સ્થળ હાયરકોન રોડનું છે. સામાન્ય રીતે આ સ્થાન ખૂબ જ ગીચ હોય છે. તપાસમાં આરોપીનો જલ્દીથી પર્દાફાશ કરવામાં આવશે.