જાણો અનલોક 2.0ની કેવી થઈ રહી છે તૈયારી, આ દેશો માટે શરૂ થઈ શકે છે ફ્લાઈટ, શાળા-કોલેજોનું શું થશે?

દેશમાં 25 માર્ચથી 31 મે દરમિયાન કોરોના વાયરસના કારણે લોકડાઉન લાદવામાં આવ્યું હતું. આ પછી પહેલી જૂનથી દેશભરમાં અનલોક 1.0 પ્રારંભ થયો. અનલોક 1.0માં કોરોનાએ હાહાકાર મચાવ્યો અને આજે સ્થિતિ એ છે કે કોરોનાનાં દેશમાં પાંચ લાખ થઈ ગયા છે. હવે 30 જૂનથી દેશમાં અનોલોક 2.0ની શરૂઆત થઈ શકે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 18 જૂને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી, ત્યારે તેમણે આનો સંકેત આપ્યો હતો અને કહ્યું હતું કે હવે આપણે અનલોક 2.0 વિશે વિચારવું જોઈએ. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીને લઈને મોટો નિર્ણય લઈ શકાય છે.

જો સૂત્રોનું માનવું હોય તો પહેલી જુલાઇથી શરૂ થનારા અનલોક 2.0માં સૌથી મોટો ફેરફાર હવાઇ મુસાફરીમાં જ જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરી શકાશે. આ ક્ષણે હજી હવાઇ મુસાફરી સંપૂર્ણ રીતે શરૂ થશે કે નહીં તે હજી સ્પષ્ટ થઈ શક્યું નથી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવી દિલ્હીથી ન્યૂયોર્ક, મુંબઇથી ન્યૂ યોર્ક સહિતના અન્ય ઘણા દેશોમાં વિમાન સેવા શરૂ થઈ શકે છે.

સૂત્રો કહે છે કે હવાઈ મુસાફરી સિવાય, ખાનગી કંપનીઓ ગલ્ફ દેશો માટે પણ ફરીથી ફ્લાઈટ શરૂ થઈ શકે છે. અનલોક ૨.૦ માં પણ તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને મેટ્રો ટ્રેન સંપૂર્ણ બંધ રહેશે.

કોરોનાનાં વધતા જતા ખતરાને કારણે દેશમાં લોકડાઉનની અફવાઓ અંગે પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને તેમના સંબોધનમાં કહ્યું હતું કે આ માત્ર એક અફવા છે. દેશની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે અનલોક 2.0 વિશે વિચારવાનું કહ્યું હતું. હવે જ્યારે 30મી જૂને અનલોક 1.0 સમાપ્ત થઈ રહ્યો છે, ત્યારે એવી આશા છે કે સરકાર ટૂંક સમયમાં અનલોક 2.0 માટેની નવી ગાઈડ લાઈ બહાર પાડી શકે છે.