પુરુષો વચ્ચે કિશોરીનો ઉત્તેજક ડાન્સ, પ્રસૂન જોષીની કમાન છટકી, બચાવમાં ઉતરી સ્વરા ભાસ્કર

અભિનેત્રી સ્વરા ભાસ્કરની નવી વેબ સિરીઝ ‘રસભરી’ વિશે બબાલ શરૂ થઈ ગયા છે. ઘણા લોકોએ તેની સામગ્રી વિશે પ્રશ્નો ઉભા કર્યા છે. જ્યારે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેને ઘટીયા વેબ સિરીઝ કહી રહ્યા છે. દરમિયાન સેન્ટ્રલ ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડ (સીબીએફસી)ના પ્રમુખ અને લેખક પ્રસૂન જોશીએ રસભારીના એક દ્રશ્ય પર નારાજગી વ્યક્ત કરી છે.

પ્રસૂન જોશીએ દ્રશ્ય પર નારાજગી વ્યક્ત કરી અને ટવિટ કર્યું કે દુખ થયું. વેબ સિરીઝ રસભરીમાં પુરુષોની સામે કિશોરીને ઉત્તેજત ડાન્સ કરતા દર્શાવવામાં આવી છે. આજે સર્જકો અને દર્શકો માને છે કે તે મનોરંજનની વાત નથી, તે છોકરીઓ પ્રત્યેના વલણનો પ્રશ્ન છે, તે અભિવ્યક્તિની સ્વતંત્રતા છે કે મનસ્વી શોષણ. ‘

સ્વરાએ આ સીનનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે સીનને લઈ પ્રસૂન જોષીને ગેરસમજ થઈ રહી છે. કિશોરી પોતાની મરજીથી ડાન્સ કરી રહી છે, જેને જોઈને તેના પિતા અવાચક અને સ્તબ્ધ થઈ જાય છે. ડાન્સ ઉત્તેજક નથી. કિશોરીને એ પણ ખબર નથી કે તેના ડાન્સને સમાજ ઉત્તેજક ગણી લેશે.

વિવાદાસ્પદ દ્રશ્યમાં સ્વરા ભાસ્કરના બાળપણની ભૂમિકા ભજવનારી આ કિશોરી તેના ઘરે ચાલી રહેલી એક પાર્ટીમાં ઉત્તેજક ડાન્સ કરતી જોવા મળી રહી છે. કિશોરીના પિતા સહિત પાર્ટીમાં બાકીના માણસો દારૂ પીને કિશોરીનો ડાન્સ જોતા હોય છે.

ગત વર્ષે રસભારીને રિલીઝ થવાની હતી પરંતુ કેટલાક કારણોસર તે સમયસર રિલીઝ થઈ શકી નહીં. આ શ્રેણીમાં, સ્વરા ભાસ્કર એક શિક્ષિકની ભૂમિકા ભજવે છે જે શાળામાં બાળકોને ભણાવે છે અને શાળામાંથી છૂટ્યા બાદ પુરુષોને રિઝવવાનું કામ કરે છે.

શાળાનો એક છોકરો નંદ કિશોર ત્યાગી પોતાની શિક્ષિકાને પસંદ કરતો થઈ જાય છે. અહીંથી જ એક વિદ્યાર્થીની અને શિક્ષકની રાસલીલા શરૂ થાય છે. આઠ એપિસોડની વેબ સિરીઝમાં સ્વરા ભાસ્કર ઉપરાંત નીલુ કોહલી, આયુષ્માન સક્સેના, પ્રદ્યુમન સિંહ અને ચિતરંજન ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં છે.