વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડો. જોસેફ માર થોમા મેટ્રોપોલિટનની 90મી જન્મજયંતિની ઉજવણીમાં પ્રારંભિક સંબોધન કરતા જણાવ્યું કે, આ કાર્યક્રમમાં ભારત અને વિદેશથી આવેલા માર થોમા ચર્ચના અનેક અનુયાયીઓ ભાગ લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે અમે નિર્ણયો દિલ્હીની આરામદાયક સરકારી કચેરીઓમાંથી નહીં પરંતુ જમીન પરના લોકોના ફિડબેક બાદ કર્યા છે.
વડા પ્રધાને કહ્યું કે લોકડાઉનને કારણે સરકાર અને લોકો દ્વારા લડવામાં આવી રહેલી લડતમાં ઘણી પહેલ કરવામાં આવી. ભારતની સ્થિતિ અન્ય દેશો કરતા ઘણી સારી છે. ભારતમાં રિકવરી રેટ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે આ વર્ષની શરૂઆતમાં કેટલાક લોકોએ આગાહી કરી હતી કે ભારતમાં વાયરસની અસર ખૂબ જ તીવ્ર હશે. લોકડાઉનને કારણે અનેક સરકારી પહેલ અને લોકોથી ચાલતી લડતને કારણે ભારત અન્ય ઘણા દેશો કરતા વધુ સારું બન્યું છે અને અહીં કોરોના ચેપનો રિકવરી રેટ વધી રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે હવે 8 કરોડથી વધુ પરિવારો પાસે ધુમાડા મુક્ત રસોડું છે. બેઘર લોકોને આશ્રય આપવા માટે દોઢ કરોડથી વધુ મકાનો બનાવવામાં આવ્યા છે. ભારત પાસે વિશ્વની સૌથી મોટી હેલ્થકેર યોજના આયુષ્માન ભારત છે. તેમણે કહ્યું કે સરકાર ધર્મ, જાતિ અથવા ભાષાના આધારે ભેદભાવ રાખતી નથી, ભારતનું બંધારણ આપણું માર્ગદર્શક છે.
દરમિયાન કોરોના વાયરસ સામેની લડત અંગે ચર્ચા કરતા તેમણે કહ્યું કે દેશમાં આજ સુધી આ લડતના સારા પરિણામો મળ્યા છે. વડા પ્રધાન મોદીએ પણ લોકોને વધુ કાળજી રાખવાની જરૂર પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આપણે સાવચેતીઓ ઓછી કરી શકીએ? બિલ્કુલ નહીં. આપણે હવે વધુ કાળજી લેવાની જરૂર છે. માસ્ક પહેરવાની જરૂર છે. બે મીટરનું સોશિયલ ડિસ્ટન્સ અને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવાની જરૂર છે.
પ્રધાનમંત્રીએ માર થોમા ચર્ચ કાર્યક્રમમાં કહ્યું કે લોકો દ્વારા લડાયેલી લડતના સારા પરિણામો મળ્યા છે પરંતુ હવે અહીં અટકી શકતા નથી, હવે આપણે વધુ જાગ્રત રહેવું પડશે. કોવિડ -19 માત્ર એક શારીરિક રોગ નથી જે લોકોના જીવનને જોખમમાં મૂકે છે, પરંતુ તે અસ્વસ્થ જીવનશૈલી તરફ પણ ધ્યાન ખેંચે છે.