સુશાંતસિંહના ટવિટ ડિલીટ થયા હતા? મુંબઈ પોલીસે ટવિટર પાસે માંગ્યા 6 મહિનાનાં રેકોર્ડ

મુંબઈ પોલીસ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની સતત તપાસ કરી રહી છે. 14 જૂને સુશાંતે તેના બાંદ્રા એપાર્ટમેન્ટમાં ગળેફાંસો ખાઇ લીધો હતો. ત્યારબાદ તેનું કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને તેના ઓર્ગન જે.જે. હોસ્પિટલો મોકલાયા હતા.

24 જૂને સુશાંતનો અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બહાર આવ્યો. રિપોર્ટમાં એવું બહાર આવ્યું છે કે ફાંસો ખવાના કારણે શ્વાસ રૂંધાવાથી તેનું મોત થયું હતું. સુશાંત સિંહ રાજપૂત વિશે એવું પણ કહેવામાં આવ્યું છે કે તે ડિપ્રેશનથી ઝઝૂમી રહ્યો છે. આવી સ્થિતિમાં પોલીસ તેના ડિપ્રેશનમાં જવા પાછળના કારણની સતત શોધ કરી રહી છે.

સુશાંતસિંહનું ટવિટર જોવા મળતું છેલ્લું ટવિટ…

નજીકથી તપાસ કરતાં મુંબઈ પોલીસ હવે સુશાંત સિંહ રાજપૂતનાં ટવિટર હેન્ડલની તપાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસને આશંકા છે કે સુશાંતે તેના કેટલીક ટવિટર પોસ્ટ ડિલીટ કરી હતી. તેનું છેલ્લું ટવિટ ડિસેમ્બર 2019માં દેખાઈ રહ્યું છે. ત્યારબાદ સુશાંત સિંહ રાજપૂતનું કોઈ ટવિટ નથી. જો તમે પાછળનો રેકોર્ડ જુઓ તો એવું ક્યારેય બન્યું નથી કે તે આટલા લાંબા સમય સુધી માઇક્રોબ્લોગિંગ સાઇટથી દૂર રહ્યો હોય.

મનોરંજન વેબસાઇટના અહેવાલ મુજબ મુંબઈ પોલીસે ટવિટરને એક પત્ર લખ્યો છે. લેટર દ્વારા પોલીસે સુશાંત સિંહ રાજપૂતનાં છેલ્લા 6 મહિનાનો રેકોર્ડ માંગ્યો છે. જેથી જાણી શકાય છે કે સુશાંતે કયા ટવિટ્સને ડિલીટ કર્યા અને કેમ? અથવા તે ખરેખર લાંબા સમય સુધી ટવિટરથી દૂર હતો. એટલું જ નહીં સુશાંત સિંહ રાજપૂતનું ફેસબુક અકાઉન્ટ પણ છેલ્લે 27 ડિસેમ્બર, 2019ના રોજ પોસ્ટ કરાયું હતું. જોકે, નિધન બાદ સુશાંતની ટીમે કેટલીક પોસ્ટ કરી છે.