CBSE-ICSEની પરીક્ષા રદ્દ અંગે નોટિફિકેશન બહાર પાડવા સુપ્રીમનો આદેશ

CBSE અને ICSEની બોર્ડની પરીક્ષા રદ કરવા અંગે નોટીફીકેશન બહાર પાડવા સુપ્રિમ કોર્ટે બંને બોર્ડને આદેશ આપ્યો છે. જોકે CBSE અને ICSEએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે પંદરમી જુલાઈ સુધીમાં રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.

આઈસીએસઈ અને સીબીએસઈ બોર્ડની ધો. 10 અને 12ની બાકી રહેલી પરીક્ષાને લઈને આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જસ્ટિસ એ. એમ. ખાનવિલકરની આગેવાનીવાળી ત્રણ જજની બેંચે કેન્દ્ર અને સીબીએસઈને કહ્યું કે પરીક્ષા રદ્દ કરવાનું નોટિફિકેશન બહાર પાડો. સાથે એમ પણ કહ્યું કે એસેસમેન્ટના આધારે વિદ્યાર્થીઓને માર્કસ આપવાની દિશામાં આગળ વધો.

આ સાથે જસ્ટિસ એ.એમ.ખાનવિલકર, દિનશે માહેશ્વરી અને સંજીવ ખન્નાની ત્રણ જજની બેંચે અન્ય કોર્ટમાં આ વિષય પર વિચારાધીન દરેક કેસને ડિસ્પોઝ-ઓફ કરી દીધા છે. પરિણામ 15 જૂલાઈ સુધીમાં, વૈકલ્પિક પરીક્ષા બાળકો ઉપર નિર્ભર આઈસીએસઈ અને સીબીએસઈ એ કોર્ટને કહ્યું કે ધો.10 અને ધો. 12ના પરિણામ ૧૫ જુલાઈ સુધીમાં બહાર પડાશે. સીબીએસઈ અને કેન્દ્ર વિદ્યાર્થીની પાછળની ત્રણ પરીક્ષાના માકર્સને આધાર મનાશે.