હવે ઓછું જોઈ શકતા દિવ્યાંગોને પણ મળશે ડ્રાઈવિંગ લાયસન્સ, કેન્દ્ર સરકારે કર્યો નિયમોમાં મોટો ફેરફાર

કેન્દ્ર સરકારે શુક્રવારે હળવાથી મધ્યમ રીતે પ્રજ્ઞાચક્ષુ હોય એવા લોકો માટે મોટી રાહત આપી છે. આવા દિવ્યાંગોને હવે સરકાર ડ્રાઈવિંગ લાયસન્સ ઈશ્યુ કરશે.

માર્ગ વાહન વ્યવહાર અને હાઇવે મંત્રાલયે મોટર વાહનના ધોરણોના જરૂરી સ્વરૂપોમાં જરૂરી સુધારા માટે આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે.

“માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે જણાવ્યું છે કે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે હળવાથી મધ્યમ રંગનું અંધત્વ ધરાવતા નાગરિકોને સક્ષમ બનાવવા માટે સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ (સીએમવી) નિયમો, 1989ના ફોર્મ 1 અને ફોર્મ 1A એમાં સુધારો કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

માર્ગ વાહન વ્યવહાર અને હાઇવે મંત્રાલય ‘દિવ્યાંગ’ નાગરિકોને પરિવહન સંબંધિત સેવાઓ મેળવવા અને ખાસ કરીને ડ્રાઇવિંગ લાયસન્સને લગતા નિયમો સક્ષમ બનાવવા માટે ઘણા પગલાં લઈ રહ્યું છે.

નિવેદનમાં જણાવાયું છે કે ‘દિવ્યાંગ’ ‘નાગરિકોને ડ્રાઇવિંગ લાયસન્સની સુવિધા આપવા માટે આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. વધુમાં, મોનોક્યુલર દ્રષ્ટિવાળા લોકો માટે પણ એડવાઈઝરી જારી કરવામાં આવી છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “મંત્રાલયને એવી રજૂઆતો મળી હતી કે ઓછું જોઈ શકતા નાગરિકો ફિઝકલ ફિટનેસ(ફોરમ 1) અથવા મેડિકલ સર્ટિફિકેટ (ફોરમ 1A)ના જાહેરનામાને લઈ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી શકવા સક્ષમ ન હતા.જેમાં હવે ફેરફાર કરાયો છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ મુદ્દો તબીબી નિષ્ણાત સંસ્થા સમક્ષ લેવામાં આવ્યો હતો અને સલાહ માંગવામાં આવી હતી. પ્રાપ્ત ભલામણોમાં હળવાથી મધ્યમ રંગના અંધ નાગરિકોને વાહન ચલાવવાની છૂટ આપવામાં આવશે અને ફક્ત ગંભીર રંગના અંધ નાગરિકો પર ડ્રાઇવિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

વિશ્વના અન્ય ભાગોમાં પણ આની મંજૂરી છે. અગાઉ માર્ચમાં એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડતા મંત્રાલયે આવા વ્યક્તિઓને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે સક્ષમ કરવા માટે મોટર વાહન નિયમોમાં સુધારા માટે વિવિધ સ્ટેટહોલ્ડરો પાસેથી સૂચનો અને ટિપ્પણીઓ માંગી હતી.

મંત્રાલયના ધ્યાન પર લાવવામાં આવ્યું હતું કે રંગ અંધ નાગરિકો રંગો ઓળખવા સિવાય તમામ કાર્યો યોગ્ય રીતે કરવા સક્ષમ હોવા છતાં તેઓ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકતા નથી. આ બાબતની સહાનુભૂતિથી તબીબી નિષ્ણાતોની સલાહ લઈને તપાસ કરવામાં આવી.

એવું કહેવામાં આવ્યું છે કે રંગ અંધત્વની અમુક ડિગ્રી ધરાવતા નાગરિકોને ડ્રાઇવિંગ લાયસન્સ આપી શકાય છે અને આ વિશ્વના ઘણા દેશોમાં કરવામાં આવી રહ્યું છે, એવું મંત્રાલયે જણાવ્યું હતું.