દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા, હરિયાણાના રોહતકમાં કેન્દ્ર

26 જૂન, શુક્રવારે બપોરે દેશના પાટનગર દિલ્હીમાં ફરીથી આંચકા અનુભવાયા હતા. દિલ્હી છેલ્લા બે મહિનાથી હળવા આંચકાથી પીડિત છે.


આજે બપોરે દિલ્હી ફરીથી ધરતીકંપથી હચમચી ઉઠ્યું હતું. બપોરના સાડા ત્રણ વાગ્યે આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના રોહતકમાં જમીનની 9 કિમી અંદર હતું. આ સાથે જ રિક્ટર સિકલ પર ભૂકંપની તીવ્રતા 2.8 નોંધાઈ હતી. જોકે ભૂકંપનો આંચકો હળવો હોવાને કારણે નુકસાનના કોઈ સમાચાર સામે .આવ્યા નથી.