કોંગ્રેસના બળવાખોરો ધારાસભ્યો ભાજપમાં જોડાશે, સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે પેટાચૂંટણી

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ રાજીનામા આપતા વિધાનસભાની વિવિધ બેઠકો ખાલી થઈ ગઈ છે, ત્યારે હવે આ બેઠકો માટે પેટાચૂંટણી યોજવાની કાર્યવાહી આરંભ કરવામાં આવી છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર ગુજરાતમાં ખાલી થયેલી વિધાનસભાઓની બેઠકો માટે આગામી સપ્ટેમ્બર મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણીની તારીખોની ઘોષણા જુલાઈ મહિનામાં થઈ શકે છે.

આ પહેલાં કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો આવતીકાલે કમલમ ખાતે ભાજપમાં જોડાઈ શકે છે. કોંગ્રેસમાંથી બળવો કરનારા ધારાસભ્યોમાં પ્રવીણ મારૂ, સોમા પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, મંગળ ગાવિત, જે.વી. કાકડીયા, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, અક્ષય પટેલનો સમાવેશ થાય છે. આ તમામ આઠ ધારાસભ્યો આવતીકાલે સત્તાવાર રીતે ભાજપનો ભગવો ખેસ ધારણ કરે તેવું જાણવા મળી રહ્યું છે.