પ્રાઈવેટ કંપનીઓ માટે ખૂલી ગયો અંતરિક્ષમાં જવાનો રસ્તો, હવે વિશ્વ જોશે ભારતની તાકાત

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઈસરો)એ સ્પેસ સેક્ટરને ખાનગી કંપનીઓ માટે ખોલ્યું છે. આ પ્રસંગે ઇસરોના અધ્યક્ષ કે શિવાનએ જણાવ્યું હતું કે, “અવકાશ ક્ષેત્ર, જ્યાં ભારત અદ્યતન અવકાશ ટેક્નિક સાથેનો દેશ છે. ભારતના ઔદ્યોગિક આધારને વિસ્તૃત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સરકારે સ્પેસ સેક્ટરને ખાનગી ઉદ્યોગોમાં ખોલીને ઇસરો માટે સુધારાનાં પગલાં અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. ‘

તેમણે કહ્યું, ‘લાંબા ગાળાના સામાજિક-આર્થિક સુધારાના ભાગ રૂપે અંતરિક્ષ સુધારાથી ભારતના વિકાસ માટે અવકાશ આધારિત સેવાઓનો એક્સેસ સુધારાશે. લાંબા ગાળાના સુધારામાં ભારતને કેટલાક દેશોની અવકાશ પ્રવૃત્તિઓ માટે કાર્યક્ષમ પ્રચાર અને અધિકૃતતા પદ્ધતિઓમાં સામેલ કરશે.

ઇસરોના વડા.કે. શિવાને ગુરુવારે કહ્યું કે ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને ઓથોરાઇઝેશન સેન્ટર(IN-SPACe)  અવકાશ કાર્યક્રમોમાં ખાનગી ક્ષેત્રને ‘માર્ગદર્શન’ આપવા માટે નોડલ એજન્સી તરીકે કામ કરશે. હકીકતમાં સરકારે ખાનગી કંપનીઓને પણ અવકાશ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી આપી છે. સરકારનું પગલું IN-SPACeમાં ખાનગી ક્ષેત્રને ‘સમાન તકો’ પ્રદાન કરશે.

તેમણે વધુમાં કહ્યું કે, ‘સ્પેસ સેક્ટરમાં ખાનગી કંપનીઓની પ્રવૃત્તિઓને મંજૂરી આપવા અને નિયમન કરવા અંગે સ્વતંત્ર નિર્ણય લેવા માટે સરકારે એક સ્વાયત નોડલ એજન્સીની સ્થાપનાને મંજૂરી આપી દીધી છે. જેને ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર સ્પેસ, પ્રમોશન અને ઓથોરાઇઝેશન નામ આપવામાં આવ્યું છે. અવકાશ પ્રયાસોમાં ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે તે રાષ્ટ્રીય નોડલ એજન્સી તરીકે કાર્ય કરશે અને આ માટે ઇસરો તેની તકનીકી કુશળતા તેમજ સુવિધાઓ વહેંચશે. ‘