અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં મોત બાદ પોલીસે પ્રારંભિક કાર્યવાહી કરી તેને આત્મહત્યાનો કેસ ગણાવ્યો હતો. તે પછી, પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સુશાંતના મોતને પણ આપઘાત ગણાવ્યો હતો. હવે સુશાંત કેસમાં પોલીસને અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો છે.આ રિપોર્ટમાં સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ વાતો જણાવવામાં આવી છે.
પીએમ રિપોર્ટ મુજબ, સુશાંતસિંહ રાજપૂતે ગળે ફાંસો ખાદ્યો હતો, તેથી તેનું ગૂંગળામણને કારણે મોત થયું હતું. રાસાયણિક પરીક્ષા માટે અભિનેતાનું વિસેરા પણ રાખવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે અગાઉ પ્રોવિઝનલ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પર ત્રણ ડોકટરો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જ્યારે અંતિમ રિપોર્ટમાં પાંચ ડોકટરો દ્વારા સહી કરવામાં આવી હતી. આ રિપોર્ટ તૈયાર કરતી વખતે ઘણી તપાસ કરવામાં આવી છે.
રિપોર્ટમાં ભાર મૂકવામાં આવ્યો છે કે સુશાંતના શરીર પર કોઈ બાહ્ય ઈજા થઈ નથી. તેના નખ પણ ખૂબ સાફ હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સુશાંતના મોતનું કારણ આત્મહત્યા કહેવામાં આવ્યું છે. પીએમ રિપોર્ટ અભિનેતાના મોતનાં કારણો પર કોઈ પણ પ્રકારના સવાલો ઉભા કરી રહ્યો નથી.
મુંબઈ પોલીસે પણ તેની કાર્યવાહીમાં અનેક ઘટસ્ફોટ કર્યા છે. અગાઉ સુશાંતનું મૃત્યુ ભૂતપૂર્વ મેનેજર દિશા સલિયનના અવસાન સાથે સંકળાયેલ હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ પોલીસે હવે આવા કોઇ કનેક્શનને નકારી કાઢ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ દિશા સુશાંતને ફક્ત એક જ વાર મળી હતી, તેથી આ કનેક્શન ઉમેરી શકાતું નથી.
પોલીસે ગુસ્સો વ્યક્ત કર્યો છે કે ઘણી વેબસાઇટ્સે સુશાંતના મૃત્યુ અંગે કોઈ મજબૂત પુરાવા વિના વિવિધ થિયરી આપી છે. સમાચારો અનુસાર આ વેબસાઇટ્સની પૂછપરછ કરવામાં આવી શકે છે.
પોલીસ કાર્યવાહી અંગે વાત કરીએ તો 23 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. અભિનેતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું નિવેદન પણ નોંધવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં પોલીસે રિયા ચક્રવર્તી, બિઝનેસ મેનેજર, પીઆર મેનેજર, કુશાલ ઝવેરી જેવા ઘણા લોકોના નિવેદનો નોંધ્યા છે. આ બધા લોકો માત્ર સુશાંતની જ નજીક નથી, પરંતુ તેની કારકિર્દી સાથે પણ સંકળાયેલા રહ્યા હતા.