આરએસએસ મોદી સરકાર સામે આ કારણથી છે નારાજ

ભારત અને ચીન વચ્ચે લદાખમાં છેલ્લા બે મહિનાથી તંગદીલી ચાલી રહી છે, અને તેના બાબતે વિપક્ષે સરકાર પણ ઘણાં આરોપ લગાવ્યા છે. વિપક્ષનું કહેવું છે કે સરકારે ચીન સાથેની તંગદીલી બાબતે યોગ્ય રીતે કામ લીધું નથી. હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) તરફથી પણ એવા જ સંકેત મળી રહ્યા છે. આરએસએસ તરફથી કહેવાઇ રહ્યું છે કે તેઓ ચીન સાથે યુદ્ધ કરવાની તરફેણ નથી કરતાં પણ કોરોનાના કારણે દુનિયાભરમાં ઊભી થયેલી ચીન વિરોધી ભાવના દ્વારા તેને એકલું પાડી દેવાની વાતનું સમર્થન કરે છે.

ચીન સાથે યુદ્ધ કરવાને બદલે તેને દુનિયાથી એકલું પાડી દેવા પર ભાર મુકતું આરએસએસ

આરએસએસના એક વરિષ્ઠ કાર્યકરે કહ્યું હતું કે આપણે આપણા સૈનિકોની શહાદત માટે ચીન સાથે યુદ્ધ કરવાની જરૂર નથી. આપણે ચીન સાથે માત્ર સૈન્યની રીતે નહીં પણ અન્ય ઘણાં ફ્રન્ટ પર લડવાની જરૂર છે .આરએસએસ પહેલાથી ગ હાલની અને માજી સરકારોને કમ્યુનિસ્ટ ચીન બાબતે સાવધ કરતું આવ્યું છે. અમે સરકારને શક્તિશાળી નીતિ બનાવવા માટે પણ કહ્યું છે. જોકે લદાખની ઘટના પછી હવે સરકાર પોતે પણ સમજી ગઇ છે કે કમયુનિસ્ટનો કોઇ પણ રીતે વિશ્વાસ કરી શકાય તેમ નથી.

એ ઉલ્લેખનીય છે કે આરએસએસએ કેન્દ્ર સરકાર સાથેના પોતાના મતભેદોને ખુલીને કદી જાહેર કર્યા નથી. પહેલાની જેમ હજુ પણ સંઘના નેતાઓ સમજીવિચારીને નિવેદન કરી રહ્યા છે. ખાસ કરીને સંઘના વડા મોહન ભાગવત અને સંઘના સહસરકાર્યવાહક ભૈયાજી જોશી જાહેરમાં નિવેદન કરવાથી દૂર રહે છે. ભાગવતે ગલવાન ખીણ વિસ્તારમાં ચીનના જવાનોને મારવાની હરકતનો વિરોધ કર્યો હતો. તો ભૈયાજી જોશીએ કહ્યું હતું કે આ સંકટના સમયે ભારતના લોકો અને સૈન્ય મજબૂતીથી સરકારની સાથે ઊભા છે.