પાનકાર્ડ અને આધારકાર્ડને જોડવાની તારીખ ફરીથી લંબાવી દેવામાં આવી છે. આ સાથે આઈટીઆર એટલે કે ઈન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ કરવાની તારીખ પણ લંબાવી દેવામાં આવી છે. અત્યાર સુધી આ માટેની છેલ્લી તારીખ 30 જૂન હતી, જ્યારે હવે આ બધા કામ 31 જુલાઈ 2020 સુધીમાં થઈ શકે છે.
કેન્દ્ર સરકારે આ કામો માટે એક મહિનાનો વધુ સમય આપ્યો છે. આ માહિતી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) દ્વારા આપવામાં આવી છે. સીબીડીટીએ આપેલી માહિતી મુજબ, પાન-આધાર લીંક કરવાનો સમય વધારવામાં આવ્યો છે. આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ પણ 31 જુલાઈ 2020 સુધી વધારી દેવામાં આવી છે.
લોકોને આ રાહત કોરોના વાયરસના કારણે થઈ રહેલી હાલાકીના કારણ આપવામાં આવી છે. હાલ દેશમાં કોરોનાનું સંકટ વધુ ઘૂમરાયું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો કોરોનાને કાબૂમાં લેવા માટે કામગીરી કરી રહી છે.