FATFનો પાક.ને ઝટકોઃ ટેરર ફંડિગના કારણે ગ્રે લિસ્ટમાં જ રહેશે

ફાયનાન્સિયલ ટાસ્ક ફોર્સ દ્વારા પાકિસ્તાનને ઝટકો લાગ્યો છે. પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં યથાવત રહેશે. આ પહેલા ટેરર ફંડીગના કારણે પાકિસ્તાનને બે એક્સ્ટેન્શન મળી ચૂક્યા હોવાથી હવે બ્લેક લિસ્ટ થવાની શક્યતાઓ વધી ગઈ છે.

ભારતમાં આતંકવાદી હુમલાને અંજામ આપનારા આતંકવાદી સંગઠનોને પાળનાર પાકિસ્તાનને વધુ એક આંતરરાષ્ટ્રીય મંચ પર ઝટકો લાગ્યો છે. ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સએ ગઈકાલે કહ્યું કે, બધા દેશો માટે કરાયેલી ટેરર ફાઈનાન્સિંગ અને મની લોન્ડ્રિંગની સ્ક્રૂટિની ઓક્ટોબર 2020 સુધી ચાલુ રાખવામાં આવશે. વિડીયો કોન્ફ્રેસીંગ દ્વારા આયોજીત અધિવેશનમાં એ વાતનો નિર્ણય લેવામાં આવનાર હતો કે પાકિસ્તાનને ગ્રે લિસ્ટ રાખવામાં આવશે કે બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવશે.

FATFએ આતંકવાદને નાણાકીય પોષણ રોકવા અને મની લોન્ડરીંગ સામે પગલા ઉઠાવવાને લઈને 27 પોઈન્ટસનો પ્લાન બનાવ્યો હતો અને તેનું પાલન ન કરવા પર તેને બ્લેક લિસ્ટમાં મૂકી દેવાની પણ આશંકા હતી. પાકિસ્તાનને ગત વર્ષે ઓક્ટોબરથી બે વખત આ એક્સટેન્શન મળી ચૂક્યું છે. આ વખતે કોરોના વાયરસ મહામારીને પગલે FATFએ બધા દેશોને ગ્રે લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય કર્યો, જે પહેલેથી તેમાં સામેલ હતા. તો, જે દેશ બ્લેક લિસ્ટમાં હતા, તે પણ તેમાં જ રહેશે. હવે પાકિસ્તાનના બ્લેક લિસ્ટ થવાની શક્યતાઓ વધી ગઈ છે.