“જન્નત”ને જન્નત બનાવવા નીકળી જન્નત, સાત વર્ષની બાળાએ એવું કામ કર્યું કે પાઠ્યપુસ્તકમાં મળ્યું સ્થાન

જમ્મૂ-કાશ્મીરને ઘરતીનું સ્વર્ગ એટલે કે જન્નત કહેવામાં આવે છે. આમ તો જમ્મૂ-કાશ્મીરની ખબરો વાંચીએ તો બોમ્બ ધડાકા અને એનકાઉન્ટર અને આર્મી ઓપરેશનથી ભરપૂર હોય છે. પણ આ પ્રદેશમાં અનેક એવી પ્રવૃત્તિ થાય છે જેને બહુ ઓછી ઉજાગર કરવામાં આવે છે. આવી જ એક બેમિસાલ કથા કાશ્મીરની જન્નત નામની બાળાની છે. આ સાત વર્ષની બાળા ધરતી પરના સ્વર્ગ એટલે જન્નતને ખરા અર્થમાં જન્નત બનાવવા નીકળી છે.

ધરતી પરના સ્વર્ગમાં દલ લેક આવેલું છે. આ તળાવમાં પ્રવાસીઓ નૌકાવિહાર માટે આવે છે. જેઓ શ્રીનગર જાય છે, તેઓ દલ તળાવમાં બોટીંગ કરવા જાય છે. આ તળાવને સૌથી સુંદર માનવામાં આવે છે. પરંતુ આ તળાવમાં ઘણી ગંદકી પણ છે. પરંતુ 7 વર્ષની બાળકીએ તળાવને સાફ કરવા પહેલ કરી છે. બે વર્ષથી યુવતી દલ તળાવની સફાઇ કરી રહી છે. 7 વર્ષની બાળકીનું નામ જન્નત છે.

બે વર્ષથી જન્નત દલ લેકની સફાઈ કરી રહી છે. દલ લેકની સફાઈ કરવાની તેની વાર્તા પાઠયપુસ્તકમાં પ્રકાશિત થઈ છે, તેની વાર્તાને હૈદરાબાદની શાળાના અભ્યાસક્રમમાં સમાવવામાં આવી છે. બે વર્ષથી, જન્નત રોજ શાળાએ આવે છે, તેના પિતા સાથે નાની હોડીમાં બેસે છે, દલમાં પડેલી ગંદકી એકઠી કરે છે અને તેને બહાર ફેંકે છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા જન્નાતે કહ્યું હતું કે ‘મને મારા પિતા દ્વારા તળાવની સફાઇ માટે પ્રેરણા મળી હતી. મારી ઓળખ મારા બાબાને કારણે મળી છે. લોકો ટવિટર પર જન્ન્તની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.