ચીનની ‘ઉલટા ચોર કોટવાલ કો ડાંટે’ જેવી વાત : ગલવાન ખીણ સંઘર્ષ મામલે ભારતને જવાબદાર ગણાવ્યું

લદાખ સરહદે ભારત અને ચીન વચ્ચે વ્યાપેલી તંગદલી હજુ પણ યથાવત છે અને પીછેહઠ કરવાની વાત કરવા છતાં ચીનના સૈનિકો ત્યાં જ હજુ તૈનાત છે  ત્યારે  ભારત અને ચીન દળોને પરત ખેંચી લેવા માટે સંમત થયાના એક દિવસ પછી ચીનના સંરક્ષણ મંત્રાલયે વાસ્તવિક નિયંત્રણ રેખા પરના સંઘર્ષ માટે ભારતને સંપૂર્ણ જવાબદાર ઠેરવ્યું હતું. ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા વુ કિયને કહ્યું હતું કે અમને આશા છે કે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા રહેશે. તેમણે કહ્યું કે ભારતે એકપક્ષી કાર્યવાહી કરી જેનાથી હિંસા થઈ.

ગલવાન ખીણ વિસ્તારમાં થયેલી હિંસક અથડામણ બાબતે ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કિયાને કહ્યું હતું કે , ભારત-ચીન સરહદ પરના સંઘર્ષ માટે ભારતીય પક્ષની સંપૂર્ણ જવાબદારી છે. અમને આશા છે કે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા રહેશે. ગાલવાન ખીણમાં હિંસા ભારતીય પક્ષની એકપક્ષી ઉશ્કેરણી અને બંને પક્ષો વચ્ચે પરસ્પર સંમતિના ભંગને કારણે થઈ છે.

ચીનના સરક્ષણ મંત્રાલય પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે , કોરોના વાયરસના ઘટાડા સાથે, ચીની સૈન્ય યુદ્ધની તૈયારી માટે જમીન-સ્તરની તાલીમ વધારી રહ્યું છે. પીએલએની તિબેટ લશ્કરી કમાન્ડે તાજેતરમાં પ્લેટ વિસ્તારોમાં લાઇવ ફાયરિંગ કવાયત હાથ ધરી છે. આ દ્વારા સૈનિકોની સંયુક્ત લડાઇ ક્ષમતાની કસોટી કરવામાં આવી.

તેઓમનું એવું પણ કહેવું હતું કે આ કવાયત નિયમિત રૂપે કરવામાં આવી રહી છે અને અન્ય કોઈ દેશની વિરુદ્ધ નથી.લદાખની ગાલવાન ખીણમાં 15 જૂનના રોજ થયેલી હિંસક ઘટનામાં થયેલી અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. ભારતીય સૈનિકોની જવાબી કાર્યવાહીમાં 40 ચીની સૈનિકો પણ ઘાયલ થયા. આ હિંસા બાદ ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓ વચ્ચે અનેક તબક્કાની વાટાઘાટો થઈ હતી અને હવે બંને દેશો સેનાને પાછો ખેંચવા માટે સંમત થયા છે.

ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ વિશ્લેષક દેત્રોસ્ફાએ ગાલવાન વેલીના નવા સેટેલાઇટ ફોટા પ્રકાશિત કર્યા છે. આ તસવીરમાં સ્પષ્ટ છે કે ચીન ગાલવાનમાં અથડામણની જગ્યા નજીક બચાવ માટે બંકર નાવી રહ્યું છે. ચીને આ સ્થાન પર નાની દિવાલો અને ખડકો બનાવ્યા છે. તાજી તસવીરોએ હવે ચીનના હેતુ વિશે ઘણા સવાલો ઉભા કર્યા છે. માનવામાં આવે છે કે વાટાઘાટોની આડમાં ચીન પોતાની સૈન્ય સ્થિતિને મજબૂત બનાવશે.