સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ એક વર્ષ માટે 1 જુલાઈથી શરૂ થનારી 10માં અને 12માં ધોરણની પરીક્ષાઓ રદ્દ કરી દીધી છે. આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન બોર્ડે પોતાના આ નિર્ણય વિશે જાણકારી આપી છે. આ સાથે જ કોર્ટે જણાવ્યું કે હવે કયા આધાર પર વિદ્યાર્થીઓને ટકા આપીને તેમનું રિઝલ્ટ તૈયાર કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એએમની આગેવાનીવાળી બેંચ સમક્ષ આ મામલે સુનાવણી થઈ હતી. સીબીએસઈ અને કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ રજૂઆત કરી હત. તેમજ બીજી તરફ દિલ્હી, ઓડિશા અને મહારાષ્ટ્રની સરકાર તરફથી પરીક્ષા ન લેવામાં આવે તે માટેની અરજી પર વકીલ ઋષિ મલ્હોત્રાએ રજૂઆત કરી રહી.
માનવ સંસાધન વિકાસ મંત્રાલયની સાથે બેઠકમાં બોર્ડના અધિકારીઓએ કહ્યું હતું કે 19માં ધોરણના ઈન્ટરનલ એસેસમેન્ટ પરથી રિઝલ્ટ તૈયાર કરી શકાશે. પરંતુ 12માં ધોરણ માટે આ પ્રમાણે રિઝલ્ટ તૈયાર કરવામાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. કારણ કે 12માં ધોરણના રિઝલ્ટના આધારે જ વિદ્યાર્થીઓને આઈઆઈટી, મેડિકલ વગેરે સહિતની અનેક કોલેજીસમાં એડમિશન મળી શકે છે.
શાળાના ઈન્ટરનલ માર્ક્સના આધારે જો 12માં ધોરણના વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર કરવામાં આવે તો ઘણા તેજસ્વી બાળકો પાછળ છૂટી શકે છે. તેથી બોર્ડે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે ધોરણ 12ના વિદ્યાર્થીઓને બે વિકલ્પ આપવામાં આવશે. તેમને શાળામાં છેલ્લી ત્રણ પરીક્ષાઓમાં તેમના પરફોર્મન્સના આધાર પર માર્ક્સ આપવામાં આવશે. આ ઉપરાંત તેમને કેટલાક મહિના બાદ યોજાનારી ઈમ્પ્રૂવમેન્ટ પરીક્ષામાં પણ સામેલ થવાનો વિકલ્પ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ ઈચ્છે તો ઈમ્પ્રૂવમેન્ટ પરીક્ષા આપીને ઉચ્ચ માર્ક્સ પ્રાપ્ત કરી શકશે.