બિહારમાં વીજળી પડવાથી 83 લોકોનાં મોત, ઘણા લોકો દાઝી ગયા

બિહારમાં વીજળી અને વાવાઝોડાને કારણે ગુરુવારે ભારે વિનાશ થયો હતો. વીજળી પડવાના કારણે બિહારમાં 83 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે ઘણા લોકો દાઝી ગયા હતા. ઉત્તર પ્રદેશમાં પણ વીજળી પડવાથી ઓછામાં ઓછા 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

બિહારના 23 જિલ્લામાં વીજળીના પ્રહારને લીધે માનવીનું નુકસાન થયું છે. સૌથી વધુ મોત ગોપાલગંજમાં થયા છે, જ્યાં 13 લોકોનાં મોત થયાં છે. જ્યારે મધુબની અને નબાદામાં 8-8 લોકો માર્યા ગયા હતા.

બિહારમાં 8 જિલ્લા એવા છે જ્યાં ઓછામાં ઓછા 5 લોકોનાં મોત નીપજ્યાં છે. આ જિલ્લા ગોપાલગંજ, પૂર્વ ચંપારણ, સીવાન, બાંકા, દરભંગા, ભાગલપુર ઉપરાંત મધુબની અને નબાદા છે.