કોરોનાની સારવાર માટે સુરત મહાનગરપાલિકાનો 37 પ્રાઈવેટ હોસ્પિટલ સાથે કરાર, આ છે હોસ્પિટલોની સંપૂર્ણ યાદી

સુરત શહેરમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે સુરતમહાનગરાપાલિકાએ 37 પ્રાઈવેટ હોસ્પિટલ સાથે કરાર કર્યા છે. આ તમામ હોસ્પિટલોમાં  2019 બેડ કોરોનાનાં દર્દીઓ માટે અનામત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સુરતના મેયર જગદીશ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે.

તેમણે જણાવ્યું કે નવી સિવિલ હોસ્પિટલ સ્મીમેર તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રોમાંથી કોરોનાના જે દર્દીઓને આ હોસ્પિટલોમાં મોકલ્યા છે એમની એમની વિનામૂલ્યે સરવાર થશે.

મેયર જગદીશ પટેલે જણાવ્યું કે જે લોકોને માઈલ્ડ કે સામાન્ય લક્ષણો હોય તો કોરોના કેર એટ હોમની સુવિધા કરવામાં આવી છે અને જે લોકોનો હોસ્પિટલમાં જવાની જરૂર પડે તો કોઈ પણ નાગરિકને બેડ ન મળે તે માટે બે પ્રકારની સ્ટ્રેટેજી સાથે કોર્પોરેશન આગળ વધી રહી છે. પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ સારવાર પ્રાપ્ત કરી શકે અને મ્યુનિસિપલ કોર્પોરેશન કે આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી હોસ્પિટલ રિફર કરે તેમની સારવાર કરવામાં આવશે. આ અંગેનો ખર્ચ મ્યુનિ.કોર્પોરેશન રાજ્ય સરકાર ભોગવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

કરારબદ્ધ હોસ્પિટલોની યાદી

કતારગામ ઝોન

 • પ્રાણનાથ હોસ્પિટલ. વેડ રોડ
 • કિરણ હોસ્પિટલ, કતારગામ વસ્તાદેવડી રોડ
 • જીવન જ્યોત હોસ્પિટલ,અમરોલી
 • કમલા બાદ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, અમરોલી
 • બંસરી હોસ્પિટલ, અમરોલી

સેન્ટ્રલ ઝોન

 • વિનસ હોસ્પિટલ, રામપુરા
 • લોખાત હોસ્પિટલ રામપુરા
 • મહાવીર હોસ્પિટલ નાનપુરા
 • ટ્રાયડેન્ટ હોસ્પિટલ નાનપુરા
 • આસુતોષ હોસ્પિટલ મજુરા ગેટ
 • આનંદ હોસ્પિટલ નાનપુરા
 • ગિરીશ ગ્રુપ હોસ્પિટલ કૈલાશ કૈલાશ
 • પી. ટી. જનરલ હોસ્પિટલ .ચોંટાબજાર
 • નિર્મલ હોસ્પિટલ મજુરા ગેટ
 • આયુષ હોસ્પિટલ લાલદારવાજા

અઠવા ઝોન

 • મિશન હોસ્પિટલ, અઠવા ગેટ
 • ટ્રાઈસ્ટાર હોસ્પિટલ, અઠવાગેટ
 • સનશાઇન હોસ્પિટલ,પીપલોદ
 • ગ્રીનલીફ હોસ્પિટલ,વેસુ
 • મેટ્રીયા મેડીકેર હોસ્પિટલ,વેસુ
 • મારીના ગ્રાન્ડ હોસ્પિટલ,વેસુ
 • અમૃતા હોસ્પિટલ, ભટાર
 • પ્રભુ હોસ્પિટલ, પીપલોદ

વરાછા ઝોન-એ

 • સ્પાર્કલ હોસ્પિટલ,નાના વરાછા
 • યુનિટી હોસ્પિટલ. પર્વતપાટિયા
 • પી. પી. સવાની હોસ્પિટલ, કાપોદ્રા
 • પરમ હોસ્પિટલ, વરાછા રોડ
 • જી .બી. વાઘણી હોસ્પિટલ, વરાછાચોપાટી

વરાછા ઝોન-બી

સુરત ડાયમંડ એસોસિએશન હોસ્પિટલ ચોપાટી સામે,વરાછા રોડ

ઉધના ઝોન

 • યુનિક હોસ્પિટલ, કેનાલ રોડ ખટોદરા
 • એપલ હોસ્પિટલ, ઉધના દરવાજા
 • આઈએનએસ, કેનાલ રોડ ખટોદરા
 • ઉધના હોસ્પિટલ, ઉદ્યોગ નગર ઉધના
 • આમેના સાર્વજનિક હોસ્પિટલ, ઉન

રાંદેર ઝોન

 • બેપ્સ હોસ્પિટલ, અડાજણ
 • યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ, આનંદ મહાલ રોડ અડાજણ
 • શેલ્બી હોસ્પિટલ, નવયુગ કોલેજ