16 વર્ષીય ટિકટોક સ્ટાર સિયા કક્કરે કરી આત્મહત્યા, મેનેજરે આપી માહિતી

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે થોડા દિવસો પહેલા પોતાને ફાંસી લગાવી હતી. આ સમાચાર તેના ચાહકો માટે આંચકા સમાન છે. હવે થોડા સમય પહેલા જ આત્મહત્યાનો બીજો નવો કિસ્સો સામે આવ્યો છે. 16 વર્ષની સોશિયલ મીડિયા સ્ટાર સિયા કક્કરે આત્મહત્યા કરી છે. સિયા સોશિયલ મીડિયા પર લોકપ્રિય હસ્તી હતી. આ સમાચારથી તેના ચાહકો એકદમ આશ્ચર્યચકિત છે. જોકે, હજી સુધી આપઘાતનું કારણ બહાર આવ્યું નથી.

મળતી માહિતી મુજબ, સિયાએ ગઈકાલે રાત્રે તેના મેનેજર અર્જુન સરીન સાથે એક ગીત વિશે વાત કરી હતી. સિયાની આત્મહત્યાના સમાચાર સાંભળીને અર્જુન પણ આશ્ચર્યચકિત થઈ ગયો છે. અર્જુને કહ્યું કે, સિયા બરાબર જ લાગતી હતી અને તે અસ્વસ્થ પણ લાગતી ન હતી. તેમને સમજાતું નથી કે શા માટે સિયાએ આ પગલું ભર્યું. બૉલીવુડ ક્રિટીક્સ કેઆરકેએ પણ સિયાનો વિડીયો પોસ્ટ કરી તેને શ્રદ્ધાંજલિ પાઠવી છે.