ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત છે. અનલોકમાં કોરોના પણ અનલોક થઈ ગયો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં પાછલા 24 ક્લાક દરમિયાન કોરોનાનાં 577 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોર્પોરેશનની હદમાં નવા 255 કેસ નોઁધાયા હતા જ્યારે 199ને ડિસ્ચાર્જ કરાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 29,578 પોઝિટિવ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1754એ પહોંચ્યો છે, જ્યારે 21506 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 577 કેસ નોંધાયા છે, જ્યારે 18 દર્દીના મૃત્યુ થયા છે, તો 410 દર્દી ડિસ્ચાર્જ થયા છે.
અત્યાર સુધી 345276 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 229768 લોકોને ક્વોરન્ટીન કરાયા તે પૈકી 226116 હોમ ક્વોરન્ટીન અને 3652 ફેસિલિટી ક્વોરન્ટીન છે. જ્યારે રાજ્યમાં 6318 એક્ટિવ કેસ છે તે પૈકીના 66 વેન્ટિલેટર પર અને 6252 સ્ટેબલ છે.