કોરોનાએ મચાવ્યો હાહાકાર, આ રાજ્યે 31મી જૂલાઈ સુધી લોકડાઉન લંબાવ્યું

અનલોક થયા બાદ કોરોનાનાં કેસોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં કોરોનાનાં કેસો એટલા બધા વધી ગયા છે રાજ્ય સરકારો દ્વારા લોકડાઉન અંગે ફરીથી વિચારણા કરવામાં આવી રહી છે.

પ.બંગાળ સરકારે લોકડાઉનને 31મી જૂલાઈ સુધી લંબાવી દેવાની જાહેરાત કરી છે. રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યા બાદ મમતા સરકારે આ નિર્ણય લીધો છે. રાજ્યમાં શાળા અને કોલેજો 31મી જૂલાઈ સુધી બંધ રાખવામાં આવશે. મમતા બેનર્જી સરાકરે સર્વપક્ષીય બેઠક બાગ લોકડાઉનને 31મી જૂલાઈ સુધી વધારવાની જાહેરાત કરી હતી.

મમતા બેનર્જીએ કહ્યું કે સરકારી ઓફીસોમાં સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે હાલમાં જે પ્રકારે કામ ચાલી રહ્યું છે તે પ્રકારે કામ ચાલું રહેશે. આઈસીએમઆરની ગાઈડલાઈન પ્રમાણે કોરોનાનાં દર્દીઓને પ્રાથમિક્તા આપવામાં આવશે.

મમતા બેનર્જીએ કહ્યું કે કેટલાક જિલ્લઓમાં લોકો અન્ય બિમારીઓ સાથે પણ ઝઝૂમી રહ્યા છે. પણ તેમને ટાળી શકાય છે. આનું સરકારને દુખ છે. જોકે આ દર્દીઓમાં પણ ગંભીર પ્રકારના દર્દીઓને પ્રાથમિક્તા આપવામાં આવશે.