સુરત: કેનેરા બેન્કની મહિલા કર્મચારીની ઘટના, નિર્મલા સીતારમણે પોલીસ કમિશનર સાથે કરી વાત

સુરતના ઓલપાડ ખાતેના સારોલીમાં કેનેરા બેન્કના મહિલા કર્મચારી સાથે બેન્કમાં જ પોલીસ કોન્સ્ટેબલે કરેલી મારપીટની ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ નાણામંત્રી સીતારમણેને સુરત પોલીસ કમિશનર આરબી બ્રહ્મભટ્ટ સાથે વાત કરી હતી. નાણામંત્રીએ આ અંગે ટવિટ કરી જણાવ્યું કે મારા મંત્રાલય દ્વારા સુરતના પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટ સાથે વાત કરી હતી. પોલીસ કમિશનરે ભરોસો આપ્યો છે કે દોષી પોલીસકર્મીને તુરંત સસ્પેન્ડ કરાશે.

ગઈકાલે સુરતમાં કેનેરા બેન્કની મહિલા કર્માચારીની મારપીટ કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા કર્મચારીને પોલીસ મારી રહ્યા છે. સુરતના પોલીસ કમિશનર આરબી બ્રહ્મભટ્ટ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

સુરતમાં પોલીસ કોન્સ્ટેબલની બેંકમાં દાદાગીરી મામલે નવી વાત સામે આવી છે. પોલીસ કર્મચારીનું આ બેંકમાં એકાઉન્ટ જ નથી. અન્ય મિત્રના એકાઉન્ટ બાબતે બબાલ કરી હતી. પાસબુકની જગ્યાએ સ્ટેટમેન્ટ આપ્યા બાદ પણ દાદાગીરી કરી હતી. અને મહિલા કર્મચારીને ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત મહિલા કર્મચારી રજા ઉપર ઉતર્યા છે. ઘનશ્યામ દુલા નામના કોન્સ્ટેબલે દાદાગીરી કરી હતી. જેને લઇને બેંક મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. બેંક મેનેજરની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે

સુરતમાં પોલીસ કર્મચારીની દાદાગીરી મામલે પોલીસે ફરિયાદ લીધી છે. બેંક મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવાઇ છે.