જગન્નાથ રથયાત્રા: અમદાવાદના લક્ષ્મણદાસ મહારાજનું મોટું નિવેદન, “48 ક્લાકમાં સરકાર નિર્ણય નહીંં કરે તો આત્મદાહ કરીશ”

અમદાવાદના સરસરપુર મંદિરના ગાદીપતિનું મોટી નિવેદન સામે આવ્યું છે. ગાદીપતિ લક્ષ્મણદાસ મહારાજે જગન્નાથ રથયાત્રાને લઈ આત્મદાહ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

તેમણે મીડિયાને જણાવ્યું છે કે અમે સરકારને 48 કલાકનો સમય આપ્યો છે. રથયાત્રા ન કાઢી શકતી હોય તો ગુજરાત સરકારે રાજીનામું આપી દેવું જોઈએ. 48 કલાકમાં સરકાર નિર્ણય સરકાર લે નહીં તો હું આત્મદાહ કરીશ.

તેમણે કહ્યું કે  સરકાર જો ઇચ્છતી હોત તો રથયાત્રા નીકળી શકી હોત, પણ એવું થયું નથી અને આના કારણે સંત સમાજ આહત થયો છે અને સંત સમાજની લાગણી પર કુઠારાઘાત થયા છે. સરકારની ઈચ્છા જ નહોતી કે રથયાત્રા યોજાય.

તેમણે વધુમાં કહ્યું કે સરકારે જળયાત્રા સમયે અમને બાંયધરી આપી હતી કે જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવશે. પણ બાંયધરી પુરી કરવામાં આવી નથી. 48 કલાકનો સમય છે,ત્યારબાદ હું આત્મહત્યા કરી લઈશ. ગઈ કાલે રથયાત્રા ન નીકળી ત્યારે જ હું આત્મહત્યા કરી લેવાનો હતો, એવું તેમણે જણાવ્યું છે.