AIIMSમાં નોકરીની ઉત્તમ તક, લેખિત પરીક્ષા વિના મેળવો ગંજાવર સેલેરીની નોકરી

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) જોધપુરમાં સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે.  એઈમ્સ જોધપુરે સિનિયર રેસિડન્ટ્સની 131 જગ્યાઓ માટે ભરતી શરૂ કરી છે. આ પોસ્ટ્સ પર પસંદગીના ઉમેદવારોને  સાતમા પગારપંચની ભલામણો મુજબ પગાર મળશે. ચાલો જાણીએ નોકરી માટેની અરજી સાથે સંબંધિત ચોક્કસ વિગતો.

પોસ્ટ્સની સંખ્યા

એઇમ્સ જોધપુરમાં સિનિયર રેસિડન્ટ્સની 131 જગ્યાઓ પર નિમણૂક કરશે.

શૈક્ષણિક લાયકાત

સિનિયર રેસિડન્ટ્સની પોસ્ટ માટે અરજી કરવા માટે, ઉમેદવાર પાસે એમબીબીએસ ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ ડિગ્રી (એમડી / એમએસ / એમડીએસ / ડીએમ / એમસીએચ / ડીએનબી) હોવી આવશ્યક છે.

ઉંમર મર્યાદા

આ પોસ્ટ્સ માટે અરજી કરવાની ઉમેદવારોની મહત્તમ વય 45 વર્ષ છે.

અરજી ફી

આ પોસ્ટ માટે અરજી કરવા  સામાન્ય અને ઓબીસી વર્ગના ઉમેદવારોએ 1000 રૂપિયાની અરજી ફી સબમિટ કરવાની રહેશે. જ્યારે એસસી / એસટી ઉમેદવારોની 800 રૂપિયાની નિયત પરીક્ષા ફી છે. અરજી ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા જમા કરી શકાય છે.

અરજી તારીખ

આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ 15 જૂનથી શરૂ થઈ છે. જ્યારે ઓનલાઇન અરજી માટેની છેલ્લી તારી 4 જુલાઈ 2020 નક્કી કરવામાં આવી છે.

પસંદગી કેવી રીતે કરવામાં આવશે?

એઇમ્સ જોધપુરમાં સિનિયર રેસિડન્ટ્સની નોકરી માટે ઉમેદવારોએ કોઈ લેખિત પરીક્ષા લેવાની રહેશે નહીં, પરંતુ ઇન્ટરવ્યુના આધારે પસંદગી કરવામાં આવશે.

કેટલો પગાર મળશે?

એઈમ્સ જોધપુરમાં સિનિયર રેસિડેન્ટ્સની પોસ્ટ્સ પર પસંદગી પામેલા ઉમેદવારોને સાતમા પગારપંચની ભલામણ મુજબ લેવલ -11 મેટ્રિક્સ મુજબ પગાર મળશે.

યોગ્ય અને રુચિ ધરાવતા ઉમેદવારો નિયત તારીખ સુધીમાં એઈમ્સ જોધપુરની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને નોકરી માટે અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત સાથે સંબંધિત વધુ માહિતી માટે, સત્તાવાર સૂચના જોવા માટે એઈમ્સ જોધપુરની વેબસાઈટ પર ક્લિક કરી શકો છો. અરજી કરવાની છેલ્લી તારીખ 4 જુલાઈ 2020 છે.