Victory Day Parade: રશિયામાં ભારતીય સૈનિકોએ ચીનના સંરક્ષણ મંત્રીને પોતાની શક્તિ બતાવી

રશિયાની વિક્ટ્રી ડે પરેડ (Victory Day Parade) આખા વિશ્વ સિવાય ભારત માટે ખૂબ ખાસ રહી છે. આ પરેડનું મહત્વ આ વખતે વધ્યું કારણ કે, ગલવાનમાં ભારતની શકિત જોયા પછી ચીન અને ભારત બંનેના સંરક્ષણ પ્રધાનો અને બંને દેશોની સૈન્યની ટુકડીઓએ પણ પરેડમાં ભાગ લીધો. જોકે, ચીનના સત્તાવાર મીડિયાએ ગ્લોબલ ટાઇમ્સના પ્રચારને ફેલાવવાનું ટાળ્યું ન હતું. ગ્લોબલ ટાઇમ્સે દાવો કર્યો હતો કે, ચીનના સંરક્ષણ મંત્રી ફેંગહે અને ભારતીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મોસ્કોમાં મળશે, પરંતુ ભારતે આવી કોઈ પણ બેઠકનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.


ચાઇનાની પીપલ્સ લિબરેશન આર્મીના 105 સૈનિકોને આ પરેડ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યારે ભારતે આજે (24 જૂન) મોસ્કોમાં જાહેર કરાયેલી પરેડ માટે કર્નલ રેન્કના અધિકારીની આગેવાનીમાં ત્રણેય સેનાના 75 સૈનિકોની ટુકડી મોકલી હતી. ગલવાનમાં ચીનને પાઠ ભણાવ્યા પછી, ભારતીય સેનાની ટુકડીનો ઉત્સાહ આજે પરેડમાં જોવા મળ્યો હતો. તેમના પગલામાં ચોક્કસપણે ચીનને ચેતવણી આપવાનો અવાજ સંભળાયો હતો. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે બીજા વિશ્વ યુદ્ધમાં સોવિયત સંઘની જીત પ્રસંગે આ વિક્ટ્રી ડે પરેડ યોજવામાં આવે છે.