શિકારીઓએ ચારામાં ઝેર ભેળવીને આઠ મોરને મારી નાંખ્યા, ગામલોકોએ શિકારીઓનો જ શિકાર કર્યો

રાજસ્થાનના ધોલપુર જિલ્લામાંથી એક ભયાનક કિસ્સો બહાર આવ્યો છે જ્યાં બર્ડ ફીડની અંદર ઝેરી પદાર્થો ખવડાવીને આઠ રાષ્ટ્રીય પક્ષી મોરની હત્યા કરવામાં આવી હતી, જ્યારે ત્રણ મોરની હાલત ગંભીર છે. વન વિભાગની ટીમે તેમને સારવાર માટે જિલ્લા પશુ દવાખાનામાં દાખલ કર્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ગ્રામજનોએ ત્રણેય આરોપીઓને પકડ્યા હતા અને તેમને ભારે માર માર્યો હતો, પરંતુ ત્રણેય આરોપીઓ ગ્રામજનોની ચુંગાલમાંથી છટકીને ફરાર થઈ ગયા હતા. બાદમાં પકડીને ગ્રામજનોએ આરોપીઓને પોલીસ મથક સોંપ્યા હતા. આ સાથે જ વન વિભાગની ટીમે ત્રણેય આરોપીઓ વિરુદ્વ ફરીયાદ કરી મણિયાં પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.

પોલીસે આરોપી વિરુદ્ધ રાજસ્થાન વાઇલ્ડલાઇફ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ કેસ છે મણિયા પોલીસ સ્ટેશન વિસ્તારના સુંદરપુરા ગામનો. જ્યાં અડધો ડઝન શિકારીઓએ અનાજની અંદર ઝેરી પદાર્થ ભેળવીને ખેતરોમાં ફેલાવ્યો હતો. સવારે મોર દાણા ચણવા માટે ખેતરોમાં પહોંચ્યા. મોરોના ઝૂંડે ઝેરીલો ચારો ગળી જવાની શરૂઆત કરી, તેમની તબિયત લથડવાનું શરૂ થયું.

ઝેરી બીજ ખાવાથી આઠ મોરના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે ત્રણ મોર મૂર્છિત થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત હાલતમાં ખેતરમાં પડ્યાં હતાં. આ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં જ ગામમાં ખળભળાટ મચી ગયો હતો અને જોયું તો અગિયાર મોર ખેતરમાં પડેલા જોવા મળ્યા. ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્રણ આરોપીઓને ઘેરી લીધા હતા. તેમાંથી ત્રણ લોકો ગામલોકોની ચુંગાલમાંથી છટકીને ફરાર થઈ ગયા હતા.

વન વિભાગની ટીમે ત્રણેય આરોપીઓ પ્રકાશ, નીતિન અને અમર મણીયાંને મણીયાં પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન સોંપી દીધા છે. ફોરેસ્ટ ગાર્ડ અશોકકુમાર સૈનીએ જણાવ્યું હતું કે ત્રણેય આરોપીઓની કબજો લઈ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે અને તેમના નિવેદનો નોંધવામાં આવ્યા છે. વન વિભાગની ટીમે મેડિકલ બોર્ડ તરફથી આઠ મૃત મોરનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.