PM મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેન ક્યા મહિનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શરૂ થશે? જાણો

વડાપ્રધાન મોદીના સી-પ્લેન પ્રોજેક્ટને શરૂ થવામાં હવે ગણતરના મહિના બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સી-પ્લેન પ્રોજેક્ટ શરૂ કરવા માટે તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

સી-પ્લેન પ્રોજેક્ટ પહેલા તબક્કામાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના 200 કિમી માટે અને બીજા તબક્કામાં સાબરમતી રિવરફ્રન્ટથી પાલિતાણા શેત્રુંજી ડેમ સુધીના 250 કિમી વચ્ચે સીપ્લેન શરૂ કરવામાં આવશે. આ બંને જગ્યા પ્રવાસનની દ્રષ્ટિએ વધારે મહત્વ ધરાવે છે.

આ પ્રોજેક્ટની તૈયારીઓ શરુ કરવામાં આવી છે. બંને ડેમ સાઈટ પર જેટી ઊભી કરવામાં આવશે અને આગળ અન્ય કામો ઝડપથી પુરા કરવામાં આવશે. આ બંને રુટ પર ઓક્ટોબર સુધીમાં પ્લેન શરુ થઈ જાય તેવું આયોજન છે.