સુશાંતસિંહે પટનાથી મુંબઈ સુધીની સફર કેવી રીતે કરી? આ ફિલ્મ દેખાડશે ટોટલ સ્ટોરી

બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના નિધનનને 10 દિવસ થઈ ગયા છે પણ લોકો હજુ પણ આઘાતમાં છે. સુશાંતે 14મી જૂને પોતાના ઘરમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી અને ત્યાર બેદ તેની સાથેની કેટલીક સસ્પેન્સ માહિતી બહાર આવી રહી છે.

સુશાંતના નિધન બાદ તેના જીવન પર વધુ એક ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મમેકર સનોજ મિશ્રાએ આ જાણકારી આપી છે અને તે સુશાંત ટાઈટલ સાથે ફિલ્મ બનાવશે. તેમણે માહિતી આપતા કહ્યું કે આ ફિલ્મ બાયોપિક નહીં હોય. બલ્કે સ્ટ્રગલ કરનારા લોકોની સ્ટોરી હશે જેઓ મુંબઈમાં અનેક આશાઓ સાથે પગ જમાવવા આવે છે.

સનોજે જણાવ્યું કે સુશાંત એ તમામ લોકોની ફિલ્મ હશે જેમણે બોલિવૂડમાં હેરાન કરવામાં આવ્યા છે અને ત્યાર બાદ આવા લોકોએ આત્યાંતિક પગલા ભરવાની ફરજ પડી છે. ફિલ્મનું શૂટીંગ મુંબઈ અને બિહારમાં કરવામાં આવશે. રોડ પ્રોડક્શન અને સનોજ મિશ્રા ફિલ્મનું નિર્માણ કરશે.

નોંધનીય છે કે આ પહેલાં સનોજ મિશ્રા અનેક ફિલ્મો બનાવી ચૂક્યા છે જેમાં ગાંધીગીરી, રામ બર્થ પ્લેસ, લફંગે નવાબ અને શ્રીનગર જેવી ફિલ્મો સામેલ છે.

સનોજ મિશ્રા પહેલાં ફિલ્મ મેકર વિજય શેખર ગુપ્તાએ સુશાંતના જીવન પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. તેનું ટાઈટલ સ્યુસાઈડ યા મર્ડર રાખવામાં આવ્યું છે. સુશાંતની આત્મહત્યા પાછળ ડિપ્રેશનને કારણભૂત માનવામાં આવે છે.