અમદાવાદના સાણંદની ફેક્ટરીમાં ભીષણ આગ, લાખોનો સામાન બળીને ખાક

અમદાવાદના એક કારખાનામાં ભીષણ આગ લાગી હતી. સાણંદ જીઆઈડીસીમાં બુધવારે બપોરે ભીષણ આગ લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ યુનિચેર નામની કંપનીમાં લાગી છે, જે ડાયપર બનાવવા માટે કામ કરે છે. 27 ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ સાથે નજીકમાં આવેલી અનેક ફેક્ટરીઓ ખાલી કરાઈ છે. આગ ઝડપથી વધી રહી છે. સાણંદની જીઆઈડીસી ખાતે ધુમાડો જોવા મળી રહ્યો છે. અત્યારે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ લાખો રૂપિયાનો માલ નષ્ટ થઈ ગયો છે.

આગના કારણોની જાણકારી હજુ સુધી મળી શકી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે. હાલ અમદાવાદ ફાયર બ્રિગેડની સાથે 27 ફાયર એન્જિનો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આસપાસના વિસ્તારને ખાલી કરી દેવાયો છે.