ભાવનગર પોલીસ: 11 વર્ષથી ફરજપરસ્ત ડોગ સમીનું મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ વિદાય

પોલીસ વિભાગમાં ડોગ સ્ક્વોડની ભૂમિકા ખૂબ મહત્વની રહેલી હોય છે. મોટી ઘટનાઓ ખાળવામાં અને રહસ્યમયી કે વણઉકેલ્યા ગુનાઓ શોધવામાં ડોગ હંમેશા પોલીસ તંત્રને કામે લાગે છે. ભાવનગર પોલીસ પાસે આવું એક ડોગ હતું જેનું નામ સમી હતી.

સમીનું મોત થતાં પોલીસ બેડામાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું. ડોગ સમીએ સોમનાથ મંદિર સહિત રથયાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્તમાં 11 વર્ષથી સેવા આપી હતી. એક રીતે ડોગ સમી પોલીસની સાથો સાથ જ બંદોબસ્તમાં જોડાતો રહ્યો હતો. વીઆઈપી સુરક્ષામાં પણ સમીને સામેલ કરવામાં આવતો હતો.

બોમ્બ સ્ક્વોડ હોય કે કોઈ પણ પ્રકારની આક્સિમક ટ્રેન કે વાહન ચેકીંગ હોય સમીએ હંમેશ ફરજ નિભાવી હતી. આવા ફરજપરસ્ત ડોગ સમીનું મોત થતાં ભાવનગર પોલીસે તેની અંતિમ વિદાય પણ ગાર્ડ ઓફ ઓનરથી કરી હતી. સમીને ગાર્ડ ઓફ ઓનર આપી વિધિવત અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને તેની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.