ગુજરાતમાં કોરોનાની મહામારી કાબૂમાં આવવાનું નામ લેતોી નથી. એક સમયે 300થી 400ની વચ્ચે રાજ્યના કેસ નોંધાતા હતા, પરંતુ છેલ્લા 11 દિવસથી રાજ્યમાં દરરોજ 500થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 572 કેસ નોંધાયા છે, જ્યારે 25 દર્દીના મૃત્યુ થયા છે, તો 575 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધી નોંધાયેલા કુલ પોઝિટિવ કેસ 29001 થયા છે. મૃત્યુઆંક 1736એ પહોંચ્યો છે, જ્યારે 21096 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.
નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 215, સુરતમાં 172, વડોદરામાં 45, જામનગરમાં 13, ભરૂચમાં 10, રાજકોટમાં 13, પંચમહાલમાં 9, સુરેન્દ્રનગર, નર્મદામાં 9-9, અરવલ્લી, ગાંધીનગરમાં 7-7, નવસારીમાં 6, કચ્છમાં 5, ગીર-સોમનાથમાં 5, વલસાડમાં 5, મહેસાણામાં 5, ભાવનગરમાં 5, જૂનાગઢમાં 4, મહીસાગર, ખેડા, છોટાઉદેપુરમાં 3-3, બનાસકાંઠા, સાબરકાંઠા, બોટાદ, દાહોદમાં 1-1 કેસ નોંધાયા છે.