અમિતાભે શોધી કાઢ્યું માસ્કનું હિન્દી નામ, એક જ શ્વાસે બોલી બતાવો: “નાસિકા મુખસંરક્ષક કિટાણુરોધક વાયુછાનક વસ્ત્રડોરીયુક્ત પટ્ટિકા”

કોરોના વાયરસના કારણે માસ્ક વિના હવે દરેક માણસ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે છે. માસ્ક હે જીવનનો હિસ્સો બની ગયો છે. સરકાર દ્વારા પણ માસ્ક વિના નીકળતા લોકોને દંડ ફટકારી રહી છે.

પાછલા ચાર મહિનાથી માસ્ક શબ્દ દરેકની જીભે ચઢી ગયું છે. નાનો હોય કે મોટો હોય તમામ હવે માસ્ક શબ્દનો ઉપયોગ કરતા થઈ ગયા છે. કોરોનાની સાથે માસ્ક શબ્દનો ઉપયોગ થાય છે. હવે માસ્કનું હિન્દી શું થાય છે તે પ્રશ્ન દરેકના મનમાં ઘૂમરાતો હશે. બોલિવૂડના મહાનાયક ગણાતા અમિતાભે માસ્ક શબ્દનો હિન્દી અનુવાદ શોધી કાઢ્યો છે અને ટવિટર પર શેર કર્યું છે.

કોરોનાકાળમાં અમિતાભ અનેક વખત માસ્ક પહેરીને જોવા મળે છે અને પોતાના ફેન્સને પણ વખતો વખત માસ્ક પહેરવા માટે જાગૃત કરતા રહે છે. પોતાની હિન્દીને લઈ જાણીતા અમિતાભે માસ્કનો હિન્દી અનુવાદ શોધી કાઢ્યો છે. તેમણે આ અનુવાદને ટવિટર પર શેર કર્યો છે અને લખ્યું છે કે મળી ગયો, મળી ગયો, ખૂબ જ પરિશ્રમ બાદ, માસ્કનો અનુવાદ મળી ગયો. નાસિકામુખ સંરક્ષક કિટાણુરોધક વાયુછાનક વસ્ત્રડોરીયુક્ત પટ્ટિકા.

સોશિયલ મીડિયા પર બચ્ચન ખાસ્સા સક્રીય રહે છે. તેમના વર્કફ્રંટની વાત કરીએ તો તાજેતરમાં શૂજીક સરકારની ફિલ્મ ગુલાબો-સિતાબોમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ કોરોનાનાં કારણે ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી. ફિલ્મમાં અમિતાભની સાથે પહેલીવાર આયુષ્યમાન ખુરાનાએ કામ કર્યું છે. હવે પછી તેઓ અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર અને નાગરાજ મંજુલેની ઝૂંડમાં જોવા મળવાના છે.