પાકિસ્તાન હાઈ કમિશન ભારતમાં તેના કર્મચારીઓમાં 50 ટકા કાપ મૂકે : વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે પાટનગર નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનને કહ્યું છે કે, અહીંથી તેના સ્ટાફમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવે. આ ઉપરાંત ભારતે ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનના કર્મચારીઓને પણ 50 ટકા ઘટાડવાનો નિર્ણય લીધો છે.

વિદેશ મંત્રાલયે પાકિસ્તાન હાઇ કમિશનને સમન્સ પાઠવી આ અંગે માહિતી આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાન હાઇ કમિશનને તેના કર્મચારીઓને 50 ટકા ઘટાડવા જોઈએ. જણાવી દઈએ કે તાજેતરમાં પાકિસ્તાન હાઇ કમિશનમાં 2 પાકિસ્તાની અધિકારીઓ જાસૂસી કરતા પકડાયા હતા, જેને ભારતે પાકિસ્તાન મોકલ્યા હતા.