ગુજરાતના પૂર્વ ડીજીપી અને વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન એ.આઈ. સૈયદનું નિધન, કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝીટીવ

ગુજરાત વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન અને ગુજરાત ભાજપના મુસ્લિમ આગેવાન તથા પૂર્વ ડીજીપી એ.આઈ.સૈયદ(અબ્દુલ્લા સૈયદ)નું આજે રાત્રે નિધન થયું છે. એ.આઈ.સૈયદ પાછલા કેટલાક દિવસોથી માંદગીવશ હતા અને તેમને અમદવાદ ખાતેની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

68 વર્ષીય પૂર્વ ડીજીપી સૈયદનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને તેઓ વેન્ટીલેટર પર હતા. ઉત્તર ગુજરાતમાંથી આઈએએસ ઓફીસર બનેલા એ.આઈ.સૈયદે ગુજરાતના અનેક શહેરોમા પોલીસ વિભાગમાં રહીને ફરજ નિભાવી હતી.

એ.આઈ.સૈયદ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ નજીકના મનાતા હતા. તેમની પોલીસ વિભાગમાં નોંધપાત્ર કામગીરીના કારણે નિવૃત્તિ બાદ તેમને ગુજરાત વક્ફ બોર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.