વાયરલ થઇ ગઈ ‘રિમૂવ ચાઈના એપ’, જોતજોતામાં થયા 50 લાખથી વધુ ડાઉનલોડ્સ

નવી દિલ્હી : ભારતમાં બનેલી એન્ટી – ચાઈના માહોલની એપ્લિકેશન ડેવલોપર્સને ખુબ જ ફાયદો થઇ રહ્યો છે. ગૂગલ પ્લે સ્ટોર પર હવે એક એપ્લિકેશન ઉપલબ્ધ હતી જે ફોનમાં હાજર ચાઇનીઝ એપ્લિકેશનોને સ્કેન કરીને કાઢી નાખવાનો દાવો કરે છે. તે જણાવે છે કે, ચાઇનીઝ એપ્લિકેશન્સ તમારા માટે સુરક્ષિત નથી અને સ્કેન કર્યા પછી આવી એપ્લિકેશનો ફોનમાંથી પસંદ કરી અનઇન્સ્ટોલ કરી શકાય છે. ‘Remove China Apps’ (રિમૂવ ચાઈના એપ) નામની આ એપ્લિકેશન હવે વાયરલ થઈ છે. ગૂગલ પ્લે સ્ટોરની ટોપ ફ્રી એપ્સની સૂચિમાં તેણે પોતાનું સ્થાન બનાવ્યું છે અને અત્યાર સુધીમાં તે 50 લાખથી વધુ વખત ડાઉનલોડ થઈ ચુકી છે.

તમને જણાવી દઈએ કે આ એપ, જે સ્માર્ટફોનથી ચાઇનીઝ એપ્સ ડિલીટ કરે છે, તે થોડા અઠવાડિયા પહેલા લોન્ચ કરવામાં આવી હતી અને હવે તે ટોપ ડાઉનલોડ એપ્સની સૂચિમાં પહોંચી ગઈ છે. તેને 4.8 યુઝર્સ રેટિંગ્સ પણ પ્રાપ્ત થયા છે.