સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કેર જારી છે. અમેરિકા, ઇટાલી અને બ્રિટન જેવા દેશોમાં આ વાયરસથી હાહાકાર ફેલાયો છે. આ દેશેની હાલત વધુને વધુ ખરાબ થતી જાય છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે. દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ પ્રતિબંધો અને લોકડાઉન વિશે વિશ્વને ચેતવણી આપી છે.
વિશ્વના તમામ દેશોમાં કટોકટી છે. ક્યાંક આખા દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યું છે તો ક્યાંક ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. ભારત સહિત તમામ દેશોમાં લોકડાઉન ચાલુ છે. ભારતમાં લોકડાઉન અંગે ચર્ચા ચાલી રહી છે કે લોકડાઉન વધારવામાં આવશે કે શું થશે? દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠને ચેતવણી આપી હતી કે જો કોરોના વાયરસના ચેપને રોકવા માટે લગાવવામાં આવેલા પ્રતિબંધો ઉતાવળમાં દૂર કરવામાં આવે તો તેના ઘાતક પરિણામો આવી શકે છે.
રોઇટર્સના જણાવ્યા અનુસાર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડા, ટેડ્રોસ એડહાનોમ ધેબેરિયાસે જિનીવામા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે WHO પણ અન્ય લોકોની જેમ લોકાડાઉન ખતમ થવાનું ઈચ્છે છે. પરંતુ, ઉતાવળમાં બંધને સમાપ્ત કરવાથી ઘાતક પરિણામો આવી શકે છે. તેમણે કહ્યું કે આપણે કોરોના સાથે હજુ વધુ અસકારક રીતે પાર પાડવું પડશે.
ભારતમાં 21 દિવસનો લોકડાઉન છે. પરંતુ તે સમાપ્ત થઈ રહ્યું છે. ભારત સરકાર હજી વિચારણા કરી રહી છે કે લોકડાઉન 14 એપ્રિલથી વધારવું જોઈએ કે નહીં. 11 એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તાજેતરની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી, જેમાં લોકડાઉન વિશે વાત કરવામાં આવી હતી.