ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 432 પર પહોંચ્યો છે. હોટસ્પોટ અમદાવાદમાં જ નવા 31 કેસો નોંધાયા છે. રાજ્યમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા 376 દર્દીઓની સ્થિતિ સ્થિર જણાવાઈ રહી છે, અને ત્રણ દર્દી વેેન્ટીલેટર પર છે. રાજ્યમાં 34 દર્દી સાજા પણ થયા છે.
ગુજરાતમાં કોરોના વાયરસે તાંડવ કરવાનું શરૃ કરી દીધું છે. રાજ્યમાં ગઈકાલ સાંજથી કોરોનાનાં વધુ 54 કેસ નોંધાયા છે. જેમાં તેની સાથે જ હવે ગુજરાતમાં કુલ આંકડો 432 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં આજે બીજા 31 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોના વાયરસના દર્દીઓની કુલ સંખ્યા 228 પર પહોંચી ગઈ છે.
રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે જણાવ્યું હતું કે, શુક્રવારની સાંજથી અત્યાર સુધીમાં કોરોના વાઈરસના બીજા નવા 54 કેસો સામે આવ્યા છે. તેની સાથે રાજ્યમાં કોરોના વાઈરસનો કુલ આંક 432 પર પહોંચી ગયો છે. જેમાં 379 કેસ એક્ટિવ અને ત્રણ લોકો વેન્ટીલેટર પર હોવાનું જણાવ્યું છે. તમામ દર્દીઓમાં 376 લોકોની હાલત સ્થિર છે, જ્યારે 34 લોકો સારવાર પછી સાજા થયા છે. રાજ્યસભામાં 8331 ટેસ્ટમાંથી 432 પોઝિટિવ અને 7617 નેગેટીવ આવ્યા હોવાનું જણાવ્યું છે, જ્યારે 282 સેમ્પલનો રિપોર્ટ આવવાના બાકી છે.
જયંતિ રવિએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના વાઈરસનો આંકડો વધતો જાય છે. તેમ છતાં પરિસ્થિતિ અકુંશમાં છે. અમદાવાદમાં આજે પણ હોટસ્પોટ એરિયામાં નવા 31 કેસ નોંધાયા હતાં. તેમણે ઉમેર્યું હતું કે, જે જગ્યાએ કોરોનાના કેસ નોંધાયા નથી, હવે તેવી જગ્યાએ પણ તપાસ કરાશે.
ગુજરાતમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં નવા 54 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 31 કેસ અમદાવાદમાં, 18 કેસ વડોદરામાં, ત્રણ કેસ આણંદમાં, સુરત અને ભાવનગરમાં 1-1 નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 432એ પહોંચ્યો છે, જ્યારે 19 લોકોના મોત નિપજ્યા છે, તો 33 લોકો સાજા થયા છે. આણંદ જિલ્લાના ખંભાતમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. નોંધનીય છે કે કલસ્ટર કરવામાં આવેલા વિસ્તારોની સાથે સાથે હવે ભરૃચ જેવા નવા જિલ્લાઓમાં પણ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે
હાલ ગુજરાતમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ સર્વે કરી રહ્યા છે. તે દરમિયાન 60,000 લોકો તાવ-શરદી-કફ જેવા ઈન્ફ્લૂએન્ઝા બીમારીના લક્ષણોવાળા જણાયા હતાં. તો શ્વસનતંત્રની ગંભીર બીમારીઓ ધરાવતા પણ કેટલાક લોકો ધ્યાને આવ્યા છે. આવા લોકો પર આરોગ્ય વિભાગની ખાસ નજર રહેશે. આ તમામ દર્દીઓને સંપૂર્ણપણે હોમ ક્વોરન્ટાઈનનું પાલન કરવાની સલાહ અપાઈ છે.