ક્રિકેટરમાંથી પોલીસ ઓફીસર બનેલા જોગીન્દર શર્મા કોરોનામાં બજાવી રહ્યા છે ફરજ, ઘરે જતા નથી, કારણ કે…

2007માં ટી-20 વર્લ્ડ કપના ભારતીય ક્રિકેટ ટીમના હીરો જોગિન્દર શર્મા હાલમાં હરિયાણાના હિસાર જિલ્લામાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે કોરોનાવાયરસ રોગચાળાને કારણે દેશભરમાં લોકડાઉન વચ્ચે પોલીસની ભૂમિકાની ઝલક આપી હતી. ESPNCricinfo સાથે વાત કરતાં, જોગિન્દરે જણાવ્યું કે શરૂઆતમાં જ મને લાગ્યું કે 24 ક્લાકમાં ઇમરજન્સી કોલ ગમે ત્યારે આવશે એટલે ફરજ પર હાજર થવા માટે તૈયાર થઈ ગયો હતો.

જોગીન્દર શર્માએ કહ્યું કે મારો દિવસ સવારે છ વાગ્યાની આસપાસ શરૂ થાય છે. પણ આજે સવારે 9 વાગ્યે કામ શરૂ કર્યું છે અને હવે સાંજે 8 વાગ્યે ઘરે પાછો ફરીશ. પરંતુ મારે ઇમરજન્સી કોલ માટે તૈયાર રહેવાની જરૂર છે, તેથી અસરકારક રીતે હું 24 કલાક ફરજ માટે ઉપલબ્ધ છું, અને હું ના કહી શકું નહીં.

તેમણે હાલના દિવસોમાં કોપ તરીકેની તેમની ભૂમિકાને વધુ સમજાવતા કહ્યું કે જે વિસ્તારની મારે દેખરેખ કરવાની જરૂર છે તે મોટે ભાગે હિસારના ગ્રામીણ પટ્ટામાં છે. હમણાં તેમાં વિવિધ ચેકપોસ્ટની સિક્યુરીટી કરવામાં ટ્રક અને બસ ડ્રાઇવરોને જ નહીં, પણ વાયરસ વિશે સામાન્ય લોકોને પણ સૂચના આપવાની હોય છે. લોકોને મૂળ સંદેશ આપવામાં આવે છે કે જ્યાં સુધી તમારે જરૂર ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન આવો. કારણ વિના બહાર આવશો તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે વધુમાં સમજાવ્યું કે પોલીસ લોકોને જરૂરી ચીજો ખરીદવાની મંજૂરી આપે છે. અલબત્ત, જો લોકો કરિયાણા જેવી આવશ્યક ઘરની ચીજવસ્તુઓ મેળવવા માટે નીકળ્યા હોય અથવા ત્યાં કોઈ તબીબી કટોકટી હોય, તો અમે મંજૂરી આપીશું, પણ આમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવાનું રહે છે. માસ્ક જેવા રક્ષણાત્મક વસ્તુઓ પહેરવાનું કહેવામાં આવે છે અને સરકાર દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાને માન આપવાની સૂચના આપવામાં આવે છે.

જોગિન્દરે વધુ અનુભવો યાદ કરતાં કહ્યું કે જ્યારે તેમને સ્થળાંતર કરી રહેલાં લોકોને સમજાવવું પડ્યું કે લોકડાઉનને કારણે કોઈ વાહનો ઉપલબ્ધ નથી. વ્યક્તિગત રીતે, એક સમયે મને ડર લાગ્યો હતો. જ્યારે દેશવ્યાપી લોકડાઉન થવાને કારણે કેટલાક લોકો ઉત્તર પ્રદેશ અને બિહારમાં પાછા ફરવા માટે તલપાપડ હતા. મારે અને મારી ટીમે તેમને અટકાવવાની હતી અને તેમને પરિસ્થિતિ સમજાવી હતી. આખરે તેઓને કામચલાઉ રીતે આશ્રય આપવામાં આવ્યો. જો કે અમે મેગાફોન્સ દ્વારા તેમને સજાવવા માટે પ્રયાસો કરાયા હતા અને આ બાબત ખૂબ મુશ્કેલ લાગી હતી પણ સ્થળાંતર કરી રહેલા લોકો આખરે માની ગયા હતા.

જોગીન્દર કહે છે કે ફરજ પૂર્ણ કર્યા પછી હું ઘરે જતો નછી.જોકે. હિસારથી તેનું ઘર110 કિમી એટલે કે દોઢ ક્લાકના અંતરે છે. હું ઘરે જઈને પરિવારજનોને જોખમમાં મૂકવા માંગતો નથી. કારણ કે દિવસ દરમિયાન હું અનેક લોકોનાં સપર્કમાં આઉં છું અને આ કારણે હું ઘરે જવાની ઈચ્છા હોય તો પણ જતો નથી.