દેશમાં કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યા 6761 થઈ ગઈ છે. ગુરુવારે એક દિવસમાં રેકોર્ડ 896 પોઝિટિવ મળ્યા છે. આ સંક્રમિતોની સંખ્યામાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. આ ઉપરાંત અત્યાર સુધી દેશમાં 206 લોકોના મોત થયા છે. આ પહેલા પાંચ એપ્રિલે એક દિવસમાં 605 કેસ સામે આવ્યા હતાં. ભોપાલમાં કોરોના સંક્રમણના 14 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ અહીંયા કેસની કુલ સંખ્યા 112 થઈ ગઈ છે. ગુરુવારે સૌથી વધારે 229 નવા કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. સાથે જ ગુજરાતમાં 70, રાજસ્થાનમાં 80, મધ્યપ્રદેશમાં 70, છત્તીસગઢમાં 8 અને બિહારમાં 12 દર્દીઓનો વધારો થયો છે. આ સાથે જ આસામના સ્વાસ્થ્ય મંત્રી હેમત બિસ્વ સરમાએ ગુરુવારે કહ્યું કે, આવતીકાલ સુધી રાજ્યમાં ઓછામાં ઓછા 70 હજાર લોકો 14 દિવસનું ક્વોરન્ટિન પૂરૃં કરી લેશે.
મહારાષ્ટ્રમાં સંક્રમિત 1364 છે. રાજ્યમાં ગુરુવારે સંક્રમણના 229 નવા કેસ સામે આવ્યા છે. આજે 18 લોકોના મોત થયા છે. ગુરુવાર સાંજ સુધીમાં પૂણેમાં 7 અને મુંબઈમાં 9 લોકોના મોત થયા છે. હવે રાજ્યમાં મૃતકોનો આંકડો વધીને 97 અને પહોંચી ગયો છે. મધ્યપ્રદેશમાં સંક્રમિત 433 છે. ઈન્દોરમાં વધુ 22 સંક્રમિત મળ્યા છે. આ સાથે જ જિલ્લામાં કોરોનાના કુલ 235 દર્દી થઈ ગયા છે. રાજ્યમાં ઈન્દોર સિવાય ભોપાલમાં 95, મુરેનમાં 13, ઉજ્જેનમાં 15, ખરગોનમાં 12 દર્દી મળ્યા છે. રાજ્યમાં ગુરુવારે 70 નવા કેસ સામે આવ્યા હતાં.
રાજસ્થાનમાં સંક્રમિત 463 છે. રાજ્યમાં ગુરુવારે 80 નવા કેસ સામે આવ્યા હતાં.બિહારમાં સંક્રમિત 60 છે. સીવાનમાં એક પરિવારના બે સભ્યો પોઝિટિવ મળી આવ્યા છે. તે ઓમાનથી પાછા આવ્યા હતાં. બિહારમાં સૌથી વધારે 29 સંક્રમીત છે. દિલ્હીમાં સંક્રમિત 72 છે. દિલ્હી સ્ટેટ કેન્સર ઈન્ટિસ્ટ્યૂટમાં કેન્સરના ત્રણ દર્દી મળ્યા છે. આ હોસ્પિટલમાં 21 મેડિકલ સ્ટાફ પહેલાથી જ કોરોના સંક્રમીત છે.
તો બીજી બાજુ કેન્દ્ર સરકારે કોવિડ-19 ઈમરજન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ પ્રિપેયર્ડનેસ પેકેજ 15 હજાર કરોડ રૃપિયાના ફંડને મંજુરી આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, 100 ટકા કેન્દ્રિય ફંડના આ પેકેજને ત્રણ ભાગમાં લાગુ કરવામાં આવશે. કેન્દ્રએ કહ્યું છે કે આ પેકેજથી રાષ્ટ્રીય અને રાજ્યોના સ્તરે સ્વાસ્થ્ય સુવિધાઓને યોગ્ય બનાવવા માટે, બીમારીને અટકાવવા માટે અને આ બીમારી સામે પહોંચી વળવા માટેની તૈયારી કરવા, જરૃરી મેડિકલ સુવિધાઓ અને જરૃરી દવાઓની ખરીદીની સાથે દેખરેખની પૂરતી વ્યવસ્થા કરી શકાશે.